ટ્રેન્ડિંગયુટિલીટીવર્લ્ડવિશેષ

બર્ડ ફ્લૂના કારણે પહેલીવાર Polar Bear નું થયું મૃત્યુ, જાણો મનુષ્ય પર તેની શું અસર થશે

અલાસ્કા, 18 જાન્યુઆરી : બર્ડ ફ્લૂના કારણે પહેલીવાર ધ્રુવીય રીંછનું મૃત્યુ થયું છે. આ સફેદ રીંછ ઉત્તરીય અલાસ્કામાં રહેતું હતું, થોડા દિવસો પહેલા તેનામાં બર્ડ ફ્લૂનાં લક્ષણો જોવા મળ્યા હતા. જે બાદ તેનું મૃત્યુ થયું હોવાનું કહેવાય છે. જળવાયુ પરિવર્તનની અસરના કારણે આ વાયરસ ધ્રુવીય વિસ્તારોમાં પહોંચ્યો. અત્યાર સુધી H5N1 ઈન્ફલ્યુએન્ઝાની કેટલીક જાતો વિવિધ જીવોને સંક્રમિત કરી ચૂકી છે. જેમ કે શિયાળ, ઓટર, મિંક, દરિયાઈ સિંહ અને સીલ. જેમાં એન્ટાર્કટિકાના સીલમાં પણ પ્રથમ વખત આ ચેપ જોવા મળ્યો હતો. પરંતુ સફેદ રીંછમાં આ કિસ્સો પ્રથમ વખત જોવા મળ્યો છે. બર્ડ ફ્લુએ માણસોને પણ બક્ષ્યા નથી. સસ્તન પ્રાણીઓમાં પણ બર્ડ ફ્લૂના કેસ જોવા મળ્યા છે. આ રોગના કારણે મોટી સંખ્યામાં જીવો મરી રહ્યા છે. તેમજ, આ સજીવોની વિવિધ પ્રજાતિઓમાં રોગના લક્ષણોમાં અલગ-અલગ છે. અલાસ્કામાં સમગ્ર સફેદ રીંછની વસ્તી પણ જોખમમાં છે.

આ વાયરસ ધ્રુવીય રીંછ સુધી કેવી રીતે પહોંચ્યો?

વૈજ્ઞાનિકોનું માનવું છે કે કોઈ પ્રવાસી પક્ષી આ ચેપને અલાસ્કા તરફ લઈ ગયું હશે. જેનો શિકાર શિયાળ કે સીલ દ્વારા કરવામાં આવ્યો હશે. તે સીલ અથવા શિયાળને રીંછ દ્વારા મારીને ખાધું હોવું જોઈએ. અથવા તેના મૃત શરીરની આસપાસથી પસાર થાય તો પણ ચેપ લાગવાની શક્યતા વધી જાય છે. રીંછની અંદર H5N1 ઈન્ફલ્યુએન્ઝાનો સ્ટ્રોન મળ્યો છે. આ જોઈને લાગે છે કે રીંછે બર્ડ ફ્લૂથી સંક્રમિત કોઈ જીવને ખાધો છે.

ઈન્ફલ્યુએન્ઝા વાયરસ કેવી રીતે વિકસિત થાય છે?

ઈન્ફલ્યુએન્ઝા વાયરસ ઝડપથી તેનું સ્વરૂપ બદલે છે. એટલે કે, વિવિધ પ્રજાતિઓના સજીવોના શરીરમાં પ્રવેશતાની સાથે જ તે પોતાની જાતને બદલી નાખે છે. જેથી આગળનો શક્તિશાળી સ્ટ્રોન બની શકે. આ કારણોસર ઈન્ફલ્યુએન્ઝા વાયરસ ઝડપથી સંક્રમણ ફેલાવે છે.

શું આ મનુષ્યો માટે મોટો ખતરો?

બર્ડ ફ્લૂથી કયા જીવોને અસર થાય છે તે જાણવા માટે વૈજ્ઞાનિકો દરિયાઈ જીવોનો સતત અભ્યાસ કરી રહ્યા છે. કારણ કે માનવી અનેક દરિયાઈ જીવોને ખાય છે. જ્યારે રીંછ દરિયાઈ પક્ષીઓને ખાય છે. આ પક્ષીઓ માછલીઓ ખાય છે. તેમના કરતા નાની માછલીઓ અને જીવો. તેથી ખતરો મનુષ્યો સુધી પહોંચી શકે છે. આ વાયરસ ફરતો રહેશે અને તે પોતાનો નવો અને ખતરનાક સ્ટ્રોન બનાવશે. તેથી તે ભવિષ્યમાં માણસોને પણ સંક્રમિત કરી શકે છે.

આ પણ વાંચો : વર્ષ 2100 સુધીમાં 15 હજાર અમેરિકન શહેરો બની જશે ઘોસ્ટ ટાઉન…

Back to top button