ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

ઠંડીમાં ખૂબ ખાતા હો વટાણા, તો જો જો ન બગડે હેલ્થ

Text To Speech
  • લીલા વટાણામાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. આ સંજોગોમાં વધુ વટાણા ખાવાથી શરીરને કેટલાક નુકશાન પણ થઈ શકે છે.

ઠંડીને લીલા શાકભાજીની સીઝન કહેવાય છે. આ સીઝનમાં માર્કેટમાં જ્યાં જુઓ ત્યાં લીલા વટાણા જોવા મળશે. લીલા વટાણામાં પ્રોટીનની માત્રા ભરપૂર હોય છે. કેટલાક લોકો લીલા વટાણાને આખા વર્ષ માટે સ્ટોર પણ કરતા હોય છે. લીલા વટાણામાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. આ સંજોગોમાં વધુ વટાણા ખાવાથી શરીરને કેટલાક નુકશાન પણ થઈ શકે છે. લીલા વટાણાની અંદર ફાઈબર, પ્રોટીન, એન્ટીઓક્સિડન્ટ, વિટામીન એ, ઈ, ડી, સી, કે અને કોલીન, પૈંટોથેનિક, રાઈબોફ્લેવિન પણ હોય છે. શિયાળાના શાકભાજીમાં વટાણાની જગ્યા ખાસ છે. તે રસોઈનો સ્વાદ અને દેખાવ બદલી દે છે. તેમાં કાર્બ્સની માત્રા વધુ હોય છે.

વટાણાના ફાયદા પણ છે

વટાણામાં અનેક પોષકતત્વો હોય છે. ડોક્ટર્સ હંમેશા તાજા વટાણા ખાવાની સલાહ આપે છે. હાડકાને મજબૂત બનાવવા માટે વિટામીન કે ખૂબ જરૂરી છે. કેન્સરથી બચવા માટે પણ આ વિટામીન જરૂરી છે. જો શરીરમાં વિટામીન કેની કમી થાય તો લોહી પાતળું થવા લાગે છે. પ્લેટલેટ્સ પણ ઘટવા લાગે છે.

ઠંડીમાં ખૂબ ખાતા હો વટાણા hum dekhenge news, તો રાખો આ વાતનું ધ્યાન

વધુ વટાણા ખાવા શરીર માટે નુકશાનદાયક

જો આપણે વધુ પડતા વટાણા ખાઈએ તો શરીરમાં અનેક પ્રકારની તકલીફો જોવા મળે છે. જે વ્યક્તિનું પેટ સેન્સિટીવ હોય તેણે કદી વધુ પડતા વટાણા ન ખાવા જોઈએ. પેટમાં અલ્સર કે પેટની અન્ય કોઈ બીમારી હોય તેણે વટાણાનું સેવન ન કરવું. લીલા વટામા ખાવાથી ઈરિટેબલ બાઉલ સિન્ડ્રોમ અને ડાયેરિયા જેવી તકલીફ થઈ શકે છે.

ફ્રીજમાં સ્ટોર કરેલા વટાણા કેમ ન ખાવા જોઈએ?

ફ્રીજમાં રાખેલા વટાણા આરોગ્ય માટે ઠીક નથી. લીલા વટાણામાં કાર્બ્સની માત્રા વધુ હોય છે, તે સરળતાથી પચતા નથી, જેના કારણે પેટમાં ગેસ થવા લાગે છે. વધુ વટાણા ખાવાથી પેટ ફુલવું, પેટમાં સોજો અને ગેસ્ટ્રીકની સમસ્યા થઈ શકે છે. વટાણાને પકવીને ન ખાઈએ તો કબજિયાત થઈ શકે છે. વધુ વટાણા ખાવાથી યુરિક એસિડની તકલીફ વધી શકે છે. વટાણા એક લિમિટ સુધી જ ખાવા જોઈએ. તમે તેને શાકભાજી સાથે મિક્સ કરીને ખાઈ શકો છો.

આ પણ વાંચોઃ પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં ભગવાન રામની ભક્તિમાં લીન રવિ કિશનનું નવું ગીત થયું રિલીઝ

Back to top button