અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગધર્મનેશનલશ્રી રામ મંદિર

BREAKING NEWS : 22મીએ કેન્દ્ર સરકારની તમામ કચેરીઓમાં બપોર સુધી રજા

Text To Speech
  • અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંગે કેન્દ્ર સરકારની મહત્વની જાહેરાત 
  • કર્મચારીઓની જબરજસ્ત લાગણી અને તેમની વિનંતીઓને લીધે તમામ કચેરીઓ 22મી જાન્યુઆરીએ અડધો દિવસ રહેશે બંધ

નવી દિલ્હી, 18 જાન્યુઆરી : કેન્દ્ર સરકાર દ્વારા અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંગે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા કર્મચારીઓની જબરજસ્ત લાગણી અને તેમની વિનંતીઓને લીધે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે સમગ્ર ભારતમાં તમામ કેન્દ્રીય સરકારી કચેરીઓ, કેન્દ્રીય સંસ્થાઓ અને કેન્દ્રીય ઔદ્યોગિક સંસ્થાઓમાં 22મી જાન્યુઆરી 2024ના રોજ બપોરે 2:30 વાગ્યા સુધી અડધો દિવસ તમામ કચેરીઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ એટલા માટે કરવામાં આવી રહ્યું છે કારણ કે લોકો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકે.

 Shri Ram Janmbhoomi Teerth Kshetra
@Ayodhya Ram Mandir

પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે આ રાજ્યોમાં પણ જાહેર રજા રાખવામાં આવી 

રામલલાનો પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં થવા જઈ રહ્યો છે અને દેશભરમાં તેની ઉજવણી થઈ રહી છે. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ગોવા, હરિયાણા જેવા રાજ્યોએ આ અવસર પર રજા જાહેર કરી દેવામાં આવી છે. જેમાં હવે કેન્દ્ર સરકારે પણ તેની તમામ ઓફિસો અને સંસ્થાઓમાં અડધા દિવસની રજા જાહેર કરી છે.

PMએ પ્રાણ-પ્રતિષ્ઠાની તૈયારીઓ બાબતે તમામ મંત્રીઓ પાસેથી ફીડબેક લીધા

વડાપ્રધાન મોદીએ મંદિરના પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ બાબતે તમામ મંત્રીઓ પાસેથી ફીડબેક લીધા છે. મંત્રીઓને દિવાળીની જેમ ઉજવણી કરવાનું કહેવામાં આવ્યું છે. તેમને 22 જાન્યુઆરીએ તેમના ઘરમાં દીવા પ્રગટાવવા અને ગરીબોને ભોજન આપવાનું કહેવામાં આવ્યું છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે 22 જાન્યુઆરી પછી તેમના સંસદીય ક્ષેત્રના લોકોને ટ્રેન દ્વારા અયોધ્યા મોકલવામાં આવે.

આ પણ જુઓ :પીએમ મોદીએ રામ મંદિર પર ટપાલ ટિકિટ અને ‘રામ ટિકિટ’ અંગેના પુસ્તકનું વિમોચન કર્યું

Back to top button