ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

ટ્રેનમાં TTEની ગુંડાગર્દી: મુસાફરને મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

Text To Speech
  • ઉચ્ચ અધિકારીઓ વારંવાર ગરીબો-સામાન્ય લોકો પર તેમની સતાનો દુરુપયોગ કરતા જોવા મળે છે

નવી દિલ્હી, 18 જાન્યુઆરી: ઘણી વખત ઉચ્ચ હોદ્દા પર બેઠેલા લોકો ગરીબો અથવા સામાન્ય લોકો પર તેમના પદનો દુરુપયોગ કરતા જોવા મળે છે. અત્યાર સુધીમાં સોશિયલ મીડિયા પર આવા ઘણાં ઉદાહરણો જોવા મળ્યા છે. ત્યારે આવો જ એક વીડિયો ફરી એકવાર સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં TTEની ટ્રેનમાં ગુંડાગીરી કરતો સ્પષ્ટપણે જોવા મળે છે. ટ્રેનમાં બેઠેલા મુસાફરને મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને તંત્ર પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. “શું તંત્ર દ્વારા અધિકારી વિરુદ્ધ કોઈ કડક કાર્યવાહી કરવામાં આવશે.”

 

વીડિયોમાં શું બતાવવામાં આવ્યું?

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયો મુજબ, એક TTE ટ્રેનની અંદર બેઠેલા એક મુસાફરને માર મારી રહ્યો છે. ટીટીઈ વારંવાર તેને મારતા મુસાફરને તેની ભૂલ વિશે પૂછી રહ્યો છે. મુસાફર TTEને કહે છે કે, ‘સર, મારી કોઈ ભૂલ છે?’ વીડિયો બનાવનાર વ્યક્તિ તેને પૂછે છે કે, તે તેને કેમ મારી રહ્યો છે? પરંતુ TTE કંઈ જવાબ આપતા નથી. વીડિયોમાં આગળ, TTE મુસાફરને ફટકારે છે અને કહે છે, ‘તમે મને ટિકિટ આપો.’ એટલું જ નહીં ટીટીઈએ વીડિયો બનાવનાર વ્યક્તિના હાથમાંથી ફોન પણ છીનવી લેવાનો પ્રયાસ કરે છે. TTEએ મુસાફરને કયા આધારે માર માર્યો તેની પુષ્ટિ થઈ નથી.

આ વાયરલ વિડીયો વિશે લોકો શું કહી રહ્યા છે ?

આ વીડિયોને @gharkekalesh નામના પેજ દ્વારા માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ X (અગાઉના ટ્વિટર) પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોની સાથેના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, ‘બરૌની-લખનૌ એક્સપ્રેસમાં ટિકિટ ચેક કરતી વખતે પેસેન્જર અને TTE વચ્ચે ઘર્ષણ થયું.’ અત્યાર સુધીમાં આ વીડિયોને 30 હજાર લોકોએ જોયો છે. વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું, “તે કયા અધિકારથી મારી રહ્યો છે? અન્ય એક યુઝરે લખ્યું કે, જો તમારી પાસે ટિકિટ નથી તો દંડ કરો, તમે મને કેમ મારો છો? બીજા યુઝરે લખ્યું કે, “તમામ સરકારી અધિકારીઓ પોતાને પીએમથી ઓછા માનતા નથી.”

આ પણ જુઓ :પાપા કી પરી ને પાપા કો ઉલ્લુ બનાવ્યા, જૂઓ વીડિયો

Back to top button