ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

આકાશ એરે 150 બોઇંગ 737 મૅક્સ એરક્રાફ્ટનો આપ્યો ઓર્ડર, વધશે સ્પર્ધા

  • આકાશ એર કંપનીના સ્થાપકોમાં સ્વ. રાકેશ ઝુનઝુનવાલા પણ એક હતા
  • ઓર્ડરમાં 737 મેક્સ 10 અને 737 મેક્સ 8-200 જેટનો સમાવેશ કરવામાં આવ્યો

હૈદરાબાદ, 18 જાન્યુઆરી : આકાશ એરએ 150 બોઇંગ 737 મૅક્સ વિમાનો ખરીદશે. આકાશ એરના સ્થાપકોમાં સ્વ. રાકેશ ઝુનઝુનવાલા પણ એક હતા. ડોમેસ્ટિક એરલાઇન આકાશ એરએ ગુરુવારે જણાવ્યું હતું કે, તેમણે 150 બોઇંગ 737 મેક્સ એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો છે. આ ઓર્ડર એટલા માટે આપવામાં આવ્યો છે કારણ કે બે વર્ષથી ઓછી જૂની આ એરલાઇન તેની સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કામગીરીને વિસ્તારવા માંગે છે. મળતી માહિતી મુજબ, એરલાઈને એક નિવેદનમાં કહ્યું કે, તાઝા ઓર્ડરમાં 737 મેક્સ 10 અને 737 મેક્સ 8-200 જેટનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત એરલાઈનને 2032 સુધી સતત એરક્રાફ્ટ મળી રહેશે.

 

 

જૂન 2023માં ચાર એરક્રાફ્ટનો ઓર્ડર

મળતી માહિતી અનુસાર, નવા એરક્રાફ્ટના આગમનથી કંપનીની સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય વિસ્તરણ યોજનાઓને મજબૂતી મળશે. Akasa Airએ 2021માં 72 બોઇંગ 737 મેક્સ એરક્રાફ્ટ માટે પ્રારંભિક ઓર્ડર આપ્યો હતો. આ પછી, કંપનીએ જૂન 2023માં ચાર બોઇંગ 737 મેક્સ-8 એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો હતો. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, જાન્યુઆરી 2024 માટેની આ તાઝા ડીલ સાથે, એરલાઇનના કુલ ઓર્ડર બુકિંગ વધીને 226 એરક્રાફ્ટ થઈ ગયા છે.

આઠ વર્ષ દરમિયાન કુલ 204 એરક્રાફ્ટ મળશે

આકાશ એર હાલમાં 22 એરક્રાફ્ટનો કાફલો ચલાવે છે અને આગામી આઠ વર્ષમાં કુલ 204 એરક્રાફ્ટ હસ્તગત કરશે. આકાશ એરના સ્થાપક અને CEO વિનય દુબેએ જણાવ્યું હતું કે, આ વિશાળ અને ઐતિહાસિક એરક્રાફ્ટ ઓર્ડર એરલાઇનને આ દાયકાના અંત સુધીમાં વિશ્વની ટોચની-30 અગ્રણી એરલાઇન્સમાં સામેલ કરવામાં મદદ કરશે. તેમણે વધુમાં કહ્યું કે, અમારા કાફલામાં આ વધારો અમને અમારી કામગીરીની તાકાત વધારવામાં મદદ કરશે. અમે નજીકના ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય સેવાઓ શરૂ કરી શકીશું. આ ઓર્ડરની જાહેરાત હૈદરાબાદ ખાતે યોજાયેલી ‘વિંગ્સ ઈન્ડિયા 2024’ ઈવેન્ટમાં કરવામાં આવી હતી.

એરલાઇન કંપની વિશ્વના સૌથી ઝડપથી વિકસતા એવિએશન માર્કેટ એટલે કે ભારતમાં ટ્રાવેલ બૂમનો ફાયદો ઉઠાવવાની તૈયારી કરી રહી છે. અકાસા એ ભારતની સૌથી નવી એરલાઇન છે. તેણે 2022 માં લોન્ચ કર્યા પછી 4% નો બજારહિસ્સો હાંસલ કર્યો છે.

આ પણ જુઓ :ફ્લાઇટના ટોયલેટમાં ફસાયેલા પેસેન્જરે આપવીતી બતાવી, જૂઓ વીડિયો

Back to top button