ઉત્તર ગુજરાતગુજરાતશ્રી રામ મંદિર

બનાસકાંઠા: ડીસામાં બાળકોથી તૈયાર થઈ ભગવાન રામની નામાવલી…!

Text To Speech

પાલનપુર  18 જાન્યુઆરી 2024: અયોધ્યામાં ભગવાન શ્રીરામની 22 જાન્યુઆરીના પ્રાણ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે સમગ્ર દેશ રામભક્તિના રંગે રંગાઈ ગયો છે. ડીસામાં પણ મહારાણા પ્રતાપ વિધા સંકૂલ ખાતે પણ સાતસોથી વધુ બાળકોને મેદાનમાં બેસાડીને જય શ્રીરામની નામાવલી તૈયાર કરવામાં આવી હતી. આ પ્રસંગે ડીસા ધારાસભ્ય અને પાલિકા પ્રમુખની સાથે અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

એક હજાર ફૂટની ઊંચાઈથી વંચાઇ રહેલું ભગવાન શ્રીરામનું નામ બાળકો દ્વારા કતારમાં બેસાડીને તૈયાર કરવામાં આવ્યું છે. ડીસામાં આવેલી મહારાણા પ્રતાપ વિધાસંકુલ દ્વારા તૈયાર કરવામાં આવેલી આ પ્રતિકૃતિ ભગવાન શ્રીરામના અયોધ્યા ખાતે થવા જઈ રહેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ખુશીમાં તૈયાર કરવામાં આવી છે.

દેશમાં રામ મંદિરને યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લોકો પોત-પોતાના અલગ અંદાજમાં રામ ભક્તિ રજૂ કરી રહ્યા છે ત્યારે ડીસાની મહારાણા પ્રતાપ વિધા સંકૂલ દ્વારા બાળકો રામાયણ અને રામના મહત્વને સમજે તે માટે આ પ્રયાસ કરવામાં આવ્યો છે.

આજ બપોર સુધીના 10 મહત્વના સમાચાર જોવા માટે નીચેની લિંક પર કિલક કરો …

આજે વિશાળ મેદાનમાં 750 બાળકો કતારબંધ ગોઠવાઈ ગયા હતા અને બાળકોની કતારથી શ્રીરામનું લખાણ કંડાર્યું હતું. ડ્રોનની મદદથી એક હજાર ફૂટ ઉપરથી લેવાયેલા આ દ્રશ્યોમાં બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલું શ્રીરામનું લખાણ ખરેખર અદ્ભુત લાગી રહ્યું હતું. આ કાર્યક્રમમાં ડીસા ના ધારાસભ્ય પ્રવીણ માળી, નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન દવે, વેરહાઉસ નિગમના પૂર્વ ચેરમેન મગનલાલ માળી સહિત ભાજપના આગેવાનો, નગરસેવકો, શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

આ પણ વાંચો : પાકિસ્તાનથી આવી આ ખાસ વસ્તુ, જેનો ઉપયોગ રામલલાની પૂજામાં થશે

Back to top button