વર્ષ 2100 સુધીમાં 15 હજાર અમેરિકન શહેરો બની જશે ઘોસ્ટ ટાઉન…
USA, 18 જાન્યુઆરી : અમેરિકાના હજારો શહેરો વર્ષ 2100 સુધીમાં એટલે કે 75 વર્ષમાં અમેરિકાના 15 હજાર શહેરો ઘોસ્ટ ટાઉન બની જશે. ભૂતિયા નગરો બનવાનું કારણ ઝડપથી બદલાતું હવામાન અને વધતું તાપમાન છે. એક અભ્યાસમાં આ વાત સામે આવી છે. અત્યારે અમેરિકાના ઘણા શહેરો જે ખૂબ સુંદર અને વસ્તીવાળા લાગે છે તે ભવિષ્યમાં ખાલી જોવા મળશે. ત્યાં ઈમારતો, રસ્તાઓ, વીજ થાંભલાઓ વગેરે હશે પરંતુ માનવી નહીં હોય.
એક અહેવાલ અનુશાર આ સદીના અંત સુધીમાં અમેરિકાના 30 હજાર શહેરોમાંથી લગભગ અડધા ખાલી થઈ જશે. આ શહેરોની વસ્તીમાં 12 થી 23 ટકાનો ઘટાડો થશે. એવું નથી કે મનુષ્યનો જન્મ નહીં થાય, પરંતુ તેઓ વધુ સારા હવામાનવાળા વિસ્તારો જ્યાં રોજગાર અને ભોજન મળશે ત્યાં સ્થળાંતર કરશે. પર્યાવરણીય રીતે યોગ્ય શહેરોમાં વસ્તી એટલી ઝડપથી વધશે કે તેમની આસપાસ નવા શહેરો બાંધવા પડશે. અહીં જે ઝડપે આબોહવા પરિવર્તન થાય છે, જેના કારણે અણધારી કુદરતી આફતો આવશે.
હવામાનને કારણે પાક અને અર્થવ્યવસ્થાને અસર
આ આફતો પાક ઉત્પાદન અને અન્ય રોજગારને અસર કરશે. સૌથી મોટી સમસ્યા ટ્રાફિકની રહેશે. કારણ કે તેના કારણે ક્યાંક ખૂબ જ ગરમી હશે તો ક્યાંક ભયંકર હિમવર્ષા થશે. તેમજ, ચક્રવાતી તોફાનના કારણે ઘણા શહેરો પૂરમાં ડૂબી જશે. જેથી પીવાના પાણીની અછત ઊભી થશે. હવામાનમાં આવા ફેરફાર થતાં વીજ પુરવઠો પણ ખોરવાશે. આવા સંજોગોમાં શહેરોમાં કોઈ કેવી રીતે જીવશે? જેથી લોકો નજીકના સમૃદ્ધ શહેરોમાં સ્થળાંતર કરશે. આનું પરિણામ એ આવશે કે જે શહેરો હવામાનનો સામનો કરી રહ્યા છે ત્યાં ખાવા-પીવાની સમસ્યા સર્જાશે. જેને વૈજ્ઞાનિકો ફૂડ ડેઝર્ટ કહે છે. 2021માં આવી સ્થિતિ મિસિસિપ્પીના જેક્સન વિસ્તારમાં જોવા મળી હતી.
આજે પણ લોકોનું એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર
શિકાગોની યુનિવર્સિટી ઓફ ઇલિનોઇસમાં સિવિલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીએ તેના બે સાથીદારો લોરીન સ્પિયરિંગ અને સિબિલ ડેરિબલ સાથે મળીને આ અભ્યાસ કર્યો છે. જેમાં સામે આવ્યું છે કે ઇલિનોઇસમાં વસ્તી શિફ્ટ થશે જેથી અહીં ટ્રાફિકની સમસ્યા સર્જાશે. ત્યારબાદ તેણે અમેરિકાના 50 રાજ્યોના છેલ્લા 20 વર્ષોના વસ્તી ડેટાનો અભ્યાસ કર્યો. આ પછી આ ડેટાને બે સેટમાં કન્વર્ટ કરવામાં આવ્યો હતો. જેમાં સંભવિત ભવિષ્યની આબોહવા સંબંધિત પરિસ્થિતિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ અભ્યાસ અનુશાર, અમેરિકાના ઘણા શહેરો હવામાનના કારણે ખાલી કરાવવામાં આવશે. આ સ્થિતિ મોટા શહેરો, નાના શહેરો અને ગામડાઓમાં પણ જોવા મળશે.
અમેરિકાના 43% શહેરોએ તેમના લોકો ગુમાવ્યા છે, જે વધીને 64% થશે
આ વિદ્યાર્થીનું કહેવું છે કે, અમેરિકાના 43 ટકા શહેરો તેમના લોકોને ગુમાવી ચૂક્યા છે. જેમ જેમ આપણે સદીના અંતમાં પહોંચીશું તેમ, આબોહવા પરિવર્તનને કારણે આ વધીને 64 ટકા થઈ જશે. અમેરિકાના ઉત્તર-પૂર્વ અને મધ્ય-પશ્ચિમ વિસ્તારો સૌથી ખરાબ સ્થિતિમાં હશે. ટેક્સાસ અને ઉટાહ અત્યારે વિકાસી રહ્યા છે પરંતુ તેની સ્થિતિ પણ 2100 સુધીમાં બહુ ખરાબ થઈ જશે.
આ ઉપરાંત, હાલમાં પણ અમેરિકામાં ઘણા એવા શહેરો છે જ્યાં મોસમી ફેરફારોને કારણે લોકોની વસ્તી એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરે છે. તેનું કારણ અતિશય ગરમી, અતિશય હિમવર્ષા અને સતત પૂર છે. આ માત્ર અમેરિકામાં જ નહિ થાય, પરંતુ 195 દેશોમાંથી 183 દેશોમાં આવી સ્થિતિ જોવા મળશે.
આ પણ વાંચો : શું ડૉલર નબળું ચલણ છે? કયા દેશોનું ચલણ 1થી 10 ક્રમાંકમાં આવે છે?