- વન સેતુ ચેતના યાત્રા ‘જાનકી વન’ ખાતેથી પ્રસ્થાન કરવામાં આવશે
- મુખ્યમંત્રી દ્વારા નવસારીથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે
- અંદાજિત 1000 કી.મીનું અંતર કાપી તા.22 જાન્યુઆરીએ અંબાજી ખાતે પૂર્ણ થશે
આજે ગુજરાત સરકારની 1000 કિમીની ‘વન સેતુ ચેતના યાત્રા’ શરૂ થશે. જેમાં આગામી 5 દિવસમાં 13 જિલ્લામાં યાત્રા ફરશે. તેમજ યાત્રા આદિવાસી વિસ્તારમાં 1 હજાર કિલોમીટર ફરશે તથા 3 લાખ જેટલા આદિવાસી પરિવારોને આવરી લેવાશે.
આ પણ વાંચો: ગુજરાતમાં આજે ઠંડીથી આંશિક રાહત, જાણો કયા રહ્યું સૌથી ઓછુ તાપમાન
મુખ્યમંત્રી દ્વારા નવસારીથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે
ગાંધીનગર ખાતે રાજ્ય સરકારની કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં આજે 18 જાન્યુઆરીથી રાજ્ય સરકાર વન સેતુ ચેતના યાત્રા શરૂ કરશે. જેમાં મુખ્યમંત્રી દ્વારા નવસારીથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે. આ યાત્રા ઉમરગામથી અંબાજી સુધી પહોંચતા પૂર્વે નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાઓમાંથી પસાર થશે.
આ પણ વાંચો: અમદાવાદથી અયોધ્યા માત્ર બે કલાકમાં, રામ ભક્તોમાં ઉત્સાહ વધ્યો
વન સેતુ ચેતના યાત્રા ‘જાનકી વન’ ખાતેથી પ્રસ્થાન કરવામાં આવશે
વન સેતુ ચેતના યાત્રા અંગેની માહિતી આપતા રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, આદિજાતિ બાંધવોને સ્પર્શતી 5 દિવસની “વન સેતુ ચેતના યાત્રા”નો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નવસારીના સાસંદ સી.આર. પાટીલના હસ્તે 18 જાન્યુઆરીના રોજ નવસારી જિલ્લાના ભીનાર ખાતે આવેલા ‘જાનકી વન’ ખાતેથી પ્રસ્થાન કરવામાં આવશે. મુખ્યત્વે આ યાત્રા વલસાડ, નવસારી,ડાંગ, તાપી, સુરત,ભરુચ, નર્મદા, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠા એમ કુલ 14 જિલ્લામાંથી પસાર થઈ અંદાજિત 1000 કી.મીનું અંતર કાપી તા.22 જાન્યુઆરીએ અંબાજી ખાતે પૂર્ણ થશે. તેમજ યાત્રામાં અંદાજિત 51 જેટલા આદિજાતિ તાલુકાના ગામોના અંદાજિત 3 લાખ આદિવાસી ભાઈઓ બહેનોને સાંકળી લેવામાં આવશે.