- સુરેન્દ્રનગરમાં 16 અને ભુજમાં 17 ડિગ્રી તાપમાન
- આજે નલિયા કરતા પણ વધુ ઠંડી ગાંધીનગરમાં નોંધાઈ
- અમરેલી અને વલસાડમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયુ
ગુજરાતમાં આજે ઠંડીથી આંશિક રાહત મળી છે. જેમાં ઠંડીનો ચમકારો ઓછો થયો છે. ત્યારે ડિસા અને ગાંધીનગરમાં સૌથી ઓછુ 11 ડિગ્રી તાપમાન રહ્યું છે. તથા નલિયા અને વડોદરામાં 12 ડિગ્રી તાપમાન સાથે અમદાવાદ અને દિવમાં તાપમાન 13 ડિગ્રી રહ્યું છે.
આજે નલિયા કરતા પણ વધુ ઠંડી ગાંધીનગરમાં નોંધાઈ
દરિયા કાંઠાના વિસ્તારોમાં ખાસ કરીને નલિયા પશ્ચિમ દિશઆના પવનો ફૂંકાતા હોવાથી ત્યાનું તાપમાન મધ્ય ગુજરાતની સરખામણીએ વધુ ઠંડુ છે. જોકે, આગામી દિવસોમાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ઠંડીનું જોર વધશે. ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. આજે નલિયા કરતા પણ વધુ ઠંડી ગાંધીનગરમાં નોંધાઈ છે.
અમરેલી અને વલસાડમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયુ
કેશોદ અને પોરબંદરમાં 13 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. તેમજ રાજકોટ, અમરેલી અને વલસાડમાં 14 ડિગ્રી સાથે ભાવનગર, સુરત અને કંડલામાં 15 ડિગ્રી તથા સુરેન્દ્રનગરમાં 16 અને ભુજમાં 17 ડિગ્રી તાપમાન રહ્યું છે. હવામાન વિભાગના જાણકારે જણાવ્યું કે, આગામી દિવસોમાં ઉત્તરીય પવન ફૂંકાઈ શકે છે. જેને કારણે ઠંડીનું પ્રમાણ વધશે. ખાસ, કરીને હાલ નલિયા તરફ પવનો ફૂંકાઈ રહ્યાં છે. જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગો પર ઉત્તરીય પવનો ફૂંકાવાને કારણે ઠંડીનું પ્રમાણ વધુ છે.