ટોપ ન્યૂઝટ્રાવેલટ્રેન્ડિંગનેશનલ

રન-વે નજીક પ્રવાસીઓને ભોજનઃ ઈન્ડિગો સહિત જવાબદારોને થયો ભારે દંડ

Text To Speech

નવી દિલ્હી, 17 જાન્યુઆરીઃ ઈન્ડિગો એરલાઈન્સ દ્વારા પ્રવાસીઓને રન-વેની નજીક ભોજન માટે બેસાડી દેવાનો મામલાએ ગંભીર સ્વરૂપ લીધું છે. ઈન્ડિગોના સ્ટાફની આ બેદરકારી બદલ સરકાર સહિત વિવિધ એજન્સી દ્વારા ઈન્ડિગો ઉપર ભારે દંડ લગાવવામાં આવ્યો છે.

બ્યુરો ઑફ સિવિલ એવિયેશન (BCAS) દ્વારા ઈન્ડિગો ઉપર 1.20 કરોડનો દંડ લગાવવામાં આવ્યો છે. તે ઉપરાંત મુંબઈ એરપોર્ટ ઓપરેટર લિમિટેડ (MIAL) ઉપર પણ 60 લાખ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે. એ જ પ્રમાણે ડિરેક્ટોરેટ ઑફ સિવિલ એવિયેશન (DGCA) દ્વારા પણ મુંબઈ એરપોર્ટ ઓપરેટર લિમિટેડ પર 30 લાખ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે. એટલું જ નહીં, ડીજીસીએ દ્વારા એર ઈન્ડિયા તેમજ સ્પાઈસ જે કંપનીઓ ઉપર 30-30 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

 

થોડા દિવસ પહેલાં ગોવાથી દિલ્હી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ મુંબઈ એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવી હતી. ઘણા કલાક સુધી પુનઃ ઉડ્ડયન થઈ શક્યું નહોતું, જેને કારણે પ્રવાસીઓએ મોટાપાયે હોબાળો મચાવ્યો હતો અને રન-વે નજીક જ બેસી ગયા હતા. પ્રવાસીઓએ ત્યાં જ ડીનર લેવાનું શરૂ કરી દીધું હતું. જેનો વીડિયો આખા દેશમાં ખૂબ વાયરલ થયો હતો.

(અહીં વાંચોઃ https://humdekhenge.in/video-of-passengers-eating-on-runway-went-viral-aviation-minister-took-action/ )

પરંતુ હવે સત્તાવાળાઓએ એ ઘટનાની ગંભીરતાથી નોંધ લઈને તમામ જવાબદાર પક્ષકારો ઉપર ભારે દંડ લગાવી દીધો છે.

આ પણ વાંચોઃ બાર કાઉન્સિલે 22મીએ દેશની તમામ અદાલતમાં રજા રાખવાની માગણી કરી

Back to top button