બિલ્કિસ બાનો કેસઃ એક આરોપીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી, જાણો શું છે માગણી?
નવી દિલ્હી, 17 જાન્યુઆરીઃ બિલ્કિસ બાનો કેસના એક આરોપી ગોવિંદભાઈ નાઈએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને શરણે થવામાં ચાર અઠવાડિયાની મહેતલ આપવા માગણી કરી છે. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે થોડા દિવસ પહેલાં આ કેસના તમામ 11 શકમંદોની સજા માફીનો નિર્ણય રદ્દ કરી દીધો હતો અને તમામને બે અઠવાડિયામાં જેલ સત્તાવાળાઓ સમક્ષ શરણે થવા આદેશ કર્યો હતો.
ગોવિંદભાઈ નાઈએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરીને વિનંતી કરી છે કે, જેલમાં પરત જવાની મહેતલ ચાર અઠવાડિયા લંબાવી આપવામાં આવે. જોકે, નાઈએ કયા આધાર ઉપર આ વિનંતી કરી છે તે હાલ જાણવા મળ્યું નથી, પરંતુ અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હોવાનું બાર એન્ડ કાઉન્સિલના એક ટ્વિટમાં જાણવા મળે છે.
આ અગાઉ ગત આઠમી જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે આ કેસના તમામ દોષિતોની સજા-મુક્તિ પરત ખેંચી લેતો ચુકાદો આપ્યો હતો અને તમામ 11 શકમંદોને બે અઠવાડિયામાં જેલ સત્તાવાળાઓ સમક્ષ શરણે થવા આદેશ કર્યો હતો.
આઠમી જાન્યુઆરીના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાજ્ય સરકાર સજામાં છૂટછાટ પર વિચાર કરવા સક્ષમ છે. સંસદે આ સત્તા રાજ્ય સરકારને આપી હતી. આ કેસની સુનાવણી અન્ય રાજ્યમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. સજાની માફી રદ કરવામાં આવે છે.
ઓગસ્ટ 2022માં ગુજરાત સરકારે બિલ્કીસ બાનો ગેંગરેપ કેસમાં આજીવન કેદની સજા પામેલા તમામ 11 દોષિતોને મુક્ત કર્યા હતા. ગુનેગારોની મુક્તિને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી. મુક્તિનો વિરોધ કરતાં બિલકિસ બાનોના વકીલે કહ્યું હતું કે તે આઘાતમાંથી સાજા પણ નથી થઈ અને ગુનેગારોને છોડી દેવામાં આવ્યા. જો કે, સુપ્રીમ કોર્ટે ગુનેગારોની સમય પહેલા મુક્તિ પર પણ સવાલો ઉઠાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અમે સજા માફ કરવાના ખ્યાલની વિરુદ્ધ નથી કારણ કે તે કાયદામાં સારી રીતે સ્વીકારવામાં આવે છે, પરંતુ તે સ્પષ્ટ થવું જોઈએ કે આ દોષિતો કેવી રીતે માફી માટે પાત્ર બન્યા.
આ પણ વાંચોઃ બિલ્કીસ બાનો દોષિતો પાછા જેલમાં જશે, SCએ ગુજરાત સરકારનો નિર્ણય બદલ્યો