ટ્રેન્ડિંગનેશનલયુટિલીટીવર્લ્ડવિશેષ

શું ડૉલર નબળું ચલણ છે? કયા દેશોનું ચલણ 1થી 10 ક્રમાંકમાં આવે છે?

અમદાવાદ, 17 જાન્યુઆરી : એક મજબૂત ચલણ માત્ર દેશની ખરીદ શક્તિમાં વધારો કરતું નથી પરંતુ વિશ્વ મંચ પર તેની વિશ્વસનીયતાને પણ રેખાંકિત કરે છે. ચલણને વૈશ્વિક વેપારનું જીવન રક્ત માનવામાં આવે છે અને તે દેશની આર્થિક જીવનશક્તિને પ્રતિબિંબિત કરે છે. ચલણની મજબૂતીએ દેશની સ્થિરતા અને મજબૂત નાણાકીય સ્વાસ્થ્યનું પ્રમાણ છે. જેમ જેમ તે વધે છે, તેમ તેમ તે દેશની અર્થવ્યવસ્થામાં પણ વિશ્વાસ વધે છે, જેથી તે વધુ રોકાણોને આકર્ષે છે અને આંતરરાષ્ટ્રીય ભાગીદારીને પ્રોત્સાહન પણ આપે છે. એક મજબૂત ચલણ રાષ્ટ્રોને આર્થિક રીતે સક્ષમ બનાવે છે, તેમજ, વૈશ્વિક સ્તરે વાણિજ્યની સ્થિતિને મજબૂત બનાવે છે. યુનાઇટેડ નેશન્સ સત્તાવાર રીતે વિશ્વભરમાં 180 ચલણોને કાનૂની ટેન્ડર તરીકે માન્યતા આપે છે. કેટલીક કરન્સી લોકપ્રિય છે અને તેનો વ્યાપકપણે ઉપયોગ થાય છે, પરંતુ આ પરિબળો તેની કિંમત કે સ્ટ્રેન્થ નક્કી કરતા નથી.

ચલણની મજબૂતીએ પુરવઠા અને માંગનું એક પાસું છે, જે વ્યાજ દરો અને ફુગાવાથી લઈને ભૌગોલિક રાજકીય સ્થિરતા સુધીના પરિબળોથી પ્રભાવિત છે. એક મજબૂત ચલણએ માત્ર દેશની ખરીદ શક્તિમાં વધારો કરતું નથી પરંતુ વિશ્વ મંચ પર તેની વિશ્વસનીયતાને પણ રેખાંકિત કરે છે. રોકાણકારો એવી કરન્સીનો આશરો લે છે જે મક્કમ અને વિશ્વભરના નાણાકીય બજારોને આકાર આપતી હોય.

ફોર્બ્સેના જણાવ્યા અનુશાર, આ યાદીમાં પ્રથમ ક્રમે કુવૈતી દિનાર છે. એક કુવૈતી દિનાર ₹ 270.23 અને $3.25 બરાબર છે . તે પછી આવે છે બહેરીની દિનાર, જેનું મૂલ્ય ₹ 220.4 અને $2.65 છે. તે પછીની યાદીમાં ઓમાની રિયાલ (₹. 215.84 અને $2.60), ત્યારબાદ જોર્ડનિયન દિનાર (₹. 117.10 અને $1.141), જિબ્રાલ્ટર પાઉન્ડ (₹. 105.52 અને $1.27), બ્રિટિશ પાઉન્ડ (₹. 105.54 અને $1.27) કેમેન આઇલેન્ડ ડૉલર (. 99.76 અને $1.20), સ્વિસ ફ્રેંસ (રૂ. 97.54 અને $1.17) અને યુરો (રૂ. 90.80 અને $1.09).

રસપ્રદ વાત એ છે કે, યુએસ ડૉલર યાદીમાં સૌથી છેલ્લે છે, જેમાં એક USDનું મૂલ્ય ₹ 83.10 છે. રેન્કિંગની સમજૂતી આપતા ફોર્બ્સે જણાવ્યું હતું કે યુએસ ડૉલર વૈશ્વિક સ્તરે સૌથી વધુ વ્યાપકપણે વેપાર થતું ચલણ છે અને પ્રાથમિક અનામત ચલણ તરીકે સ્થાન ધરાવે છે. તેની લોકપ્રિયતા હોવા છતાં તે વિશ્વની સૌથી મજબૂત કરન્સીમાં 10મા ક્રમે છે.

ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ની વેબસાઈટ પર પ્રકાશિત બુધવારના વિનિમય દર અનુસાર, યુએસ ડૉલર દીઠ 82.9 સૂચિબદ્ધ મૂલ્ય સાથે ભારત 15માં ક્રમે છે. કુવૈતી દિનાર જે પ્રથમ સ્થાન ધરાવે છે, તેને 1960 માં રજૂ કરવામાં આવ્યું હતું, ત્યારથી સતત વિશ્વના સૌથી મૂલ્યવાન ચલણ તરીકે તે સ્થાન ધરાવે છે. ચલણની સફળતા પાછળનું કારણ કુવૈતની આર્થિક સ્થિરતા જે તેના તેલના ભંડાર અને કરવેરા દ્વારા સંચાલિત છે. તેમજ, સ્વિસ ફ્રેંસએ સ્વિટ્ઝર્લેન્ડ અને લિક્ટેંસ્ટાઇનનું ચલણ છે, જેને વ્યાપકપણે વિશ્વનું સૌથી સ્થિર ચલણ ગણવામાં આવે છે.

આ યાદી 10 જાન્યુઆરી, 2024 સુધીના ચલણ મૂલ્યો પર આધારિત છે, અને આ મૂલ્યોમાં વધઘટ થતી રહે છે.

આ પણ વાંચો : સિમ કાર્ડ કે ઈન્ટરનેટ વગર વીડિયો જોઈ શકાશે? આવી રહી છે D2M ટેક્નોલોજી

Back to top button