દીકરાનું હોમવર્ક પૂરું કરાવવા માતાએ અપનાવ્યો આ રસ્તો અને…
સિચુઆન (ચીન), 17 જાન્યુઆરી: માતા-પિતા તેમના બાળકોને ભણાવવા માટે તમામ પ્રયાસો કરે છે તેવામાં એક ચીનની એક મહિલાએ પોતાના બાળકને ભણાવવા માટે એક અનોખી યુક્તિ અપનાવી હતી. દક્ષિણ-પશ્ચિમ ચીનના સિચુઆન પ્રાંતની ઝાંગ નામની મહિલાએ આ મહિનામાં તેના નવ વર્ષના પુત્રને ભણાવતી વખતે તેના ડોયિન એકાઉન્ટ પર લાઇવ-સ્ટ્રીમિંગ શરૂ કર્યું હતું. માતાએ કહ્યું કે,લાઇવ સ્ટ્રીમિંગ કરવાથી ગજબનો ફાયદો થયો અને તેના બાળકે બેથી ત્રણ ગણું ઝડપથી તેનું હોમવર્ક પૂરું કર્યું હતું. ભણતી વખતે તેણે ઈરેઝર સાથે રમવાનું પણ બંધ કરી દીધું હતું.
900થી વધુ લોકોએ લાઇવ-સ્ટ્રીમિંગ જોયું
ઝાંગે વધુમાં જણાવ્યું કે, 6 જાન્યુઆરીના રોજ 900થી વધુ લોકોએ મારા પુત્રને હોમવર્ક કરતા જોયો અને તેણે એક જ સેશનમાં આખા વીકએન્ડનું કામ પૂરું કર્યું હતું. તેણે કહ્યું કે, લાઈવ સ્ટ્રીમિંગથી તેના દીકરાને ઘણા લોકોની નજર સમક્ષ મૂકી દીધો. જેનાથી તે આરામથી ઘરનું કામ કરી શકી અને 3 વર્ષના બીજા દીકરાની પણ દેખરેખ રાખી શકી હતી. જો કે, ચીનમાં Douyin એપ્લિકેશન કોઈપણ સગીરને લાઇવ-સ્ટ્રીમ્સ પર બતાવવાની મંજૂરી આપતું નથી, તેથી ઝાંગે માત્ર તેના દીકરાને સેશનમાં તેનું હોમવર્ક કરતા બતાવ્યું હતું.
મહિલાની બાળકને ભણાવવાની આ રીત જોઈને ઘણા લોકો તેની પ્રશંસા કરી રહ્યા છે તો કેટલાક લોકો તેને એક ખોટી પદ્ધતિ કહી રહ્યા છે. એક મહિલાને ઝાંગના વીડિયો પર કોમેન્ટ્સ કરતાં લખ્યું કે, મેં આ વીડિયો જોયા પછી મારા અભ્યાસનું લાઇવ-સ્ટ્રીમિંગ શરૂ કર્યું છે અને તે મને મારા મોબાઈલ ફોનથી દૂર રહેવામાં મદદ કરે છે.
આ પણ વાંચો: ટ્વિંકલ ખન્નાએ આ ઉંમરે કર્યું પોસ્ટ ગ્રેજ્યુએશન, અક્ષયે પોસ્ટ શેર કરી ખુશી વ્યક્ત કરી