અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

આણંદ અને નડિયાદમાં ITનો સપાટો, એશિયન અને નારાયણ ગૃપ પર અધિકારીઓનું સર્ચ

Text To Speech

અમદાવાદ, 17 જાન્યુઆરી 2024, ગુજરાતમાં ઈન્કમટેક્સ વિભાગે સપાટો બોલાવ્યો છે. અમદાવાદ અને વડોદરામાં બિલ્ડરો અને મોટા વેપારીઓની ઓફિસો પર સર્ચ ઓપરેશન બાદ હવે આણંદ જિલ્લામાં ઉદ્યોગપતિ, જ્વેલર્સ, બિલ્ડરોના મોટા ગ્રુપ પર સપાટો બોલાવ્યો છે. આણંદ જિલ્લામાં અનેક ઠેકાણાઓ પર આવકવેરા વિભાગની ટીમ ત્રાટકતા બિલ્ડરો સહિત મોટા મોટા વેપારીઓ અને ઉદ્યોગપતિઓમાં ફફડાટ ફેલાયો છે.

ઈન્કમટેક્સના અધિકારીઓનો કાફલો ત્રાટક્યો
આવકવેરા વિભાગ દ્વારા ખેડા, આણંદ તથા નડિયાદમાં મસાલા ઉત્પાદક સહિત બે જુથો પર આજે સવારથી 25થી વધુ સ્થળોએ દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, ગરમ મસાલા ઉત્પાદનમાં સંકળાયેલ અને જાણીતું નામ ધરાવતા એશિયન ગ્રુપ પર પણ ઈન્કમટેક્સના દરોડા પડ્યા છે. કંપનીના માલિક-ભાગીદારોના નિવાસસ્થાન તથા ફેક્ટરી-ઓફિસમાં પણ ઈન્કમટેક્સના અધિકારીઓનો કાફલો ત્રાટક્યો છે. આ ઉપરાંત રિયલ એસ્ટેટ સેક્ટર સાથે જોડાયેલ આણંદના નારાયણ ગ્રુપ પર પણ દરોડા પડ્યા છે.

રાધે જ્વેલર્સમાં પણ આવકવેરા વિભાગે તપાસ હાથ ધરી
આણંદના તાસ્કદ ચાર રસ્તા પાસે આવેલ રાધે જ્વેલર્સમાં પણ આવકવેરા વિભાગે તપાસ હાથ ધરી છે.અધિકારીઓ દ્વારા શરૂ કરવામાં આવેલા સર્ચ ઓપરેશનમાં તપાસના અંતે મોટા બેનામી વ્યવહારો મળી આવે તેવી શક્યતા છે.સવાર સવારમાં આ કાર્યવાહીથી કરચોરી કરતા વેપારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. હાલ આઈટી વિભાગ દ્વારા આ કાર્યવાહી ચાલુ છે.

આ પણ વાંચોઃમાંડલના અંધાપાકાંડમાં હાઈકોર્ટની સુઓમોટો, પ્રાથમિક રિપોર્ટ સોંપવા સરકારને આદેશ

Back to top button