કેન્દ્રીય ગૃહ મંત્રાલયની મોટી કાર્યવાહી, કોંગ્રેસ નેતા મણિશંકર ઐયરની પુત્રીને મોટો ફટકો
નવી દિલ્હી, 17 જાન્યુઆરી 2024: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કોંગ્રેસ નેતા મણિશંકર ઐયરની પુત્રી યામિની અય્યરની આગેવાની હેઠળની પ્રખ્યાત થિંક ટેન્કનો ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ (FCRA) રદ કરી દીધો છે. આ થિંક ટેન્કનું નામ સેન્ટર ફોર પોલિસી રિસર્ચ (CPR) છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ સંસ્થા નિયમોનું ઉલ્લંઘન કરી રહી હતી.
ગૃહ મંત્રાલયના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, નિયમોના ઉલ્લંઘનને કારણે સેન્ટર ફોર પોલિસી રિસર્ચનું FCRA લાઇસન્સ રદ કરવામાં આવ્યું છે. સેન્ટર ફોર પોલિસી રિસર્ચ અગાઉ પણ સરકારના રડાર પર હતું. અગાઉ આ થિંક ટેન્ક પર આવકવેરા સર્વે કરવામાં આવ્યો હતો.સૂત્રોના જણાવ્યા અનુસાર, ગયા વર્ષે માર્ચમાં ગૃહ મંત્રાલયે CPRનું FCRA લાઇસન્સ સસ્પેન્ડ કરી દીધું હતું. હવે MHA ના FCRA વિભાગે તેનું લાઇસન્સ રદ કર્યું છે.
જો સૂત્રોનું માનીએ તો, થિંક ટેન્ક CPR ને ફોર્ડ ફાઉન્ડેશન સહિત અનેક વિદેશી સંસ્થાઓ પાસેથી ભંડોળ પ્રાપ્ત થયું હોવાનું કહેવાય છે. આ થિંક ટેન્ક પર ગુજરાતના સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડના NGOને દાન આપવાનો પણ આરોપ છે. જોકે, ગૃહમંત્રીએ વર્ષ 2016માં જ તિસ્તાના એનજીઓ સબરાંગ ટ્રસ્ટનું એફસીઆરએ લાઇસન્સ સસ્પેન્ડ કરી દીધું હતું.