ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં શિક્ષણ બોર્ડ દ્વારા ધો.9થી 12ની પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કર્યો

  • શાળાકીય પરીક્ષાઓ શરૂ થવામાં એક દિવસ પાછી ઠેલવાનો નિર્ણય લેવાયો
  • પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ પણ 29મી જાન્યુઆરીના રોજ નક્કી કરવામાં આવ્યો
  • પરીક્ષા 7ના બદલે 8 ફોબ્રુઆરીએ પૂર્ણ થશે

ગુજરાતમાં શિક્ષણ બોર્ડ દ્વારા ધો.9થી 12ની પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કર્યો છે. જેમાં PMના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમના કારણે શાળાની પરીક્ષા એક દિવસ મોડી શરૂ થશે. તેમાં શિક્ષણ બોર્ડ દ્વારા ધો.9થી 12ની પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કર્યો છે. જેમાં 29ના બદલે 30 જાન્યુઆરીથી શરૂ થશે.

આ પણ વાંચો: ચાર-ચાર બંગડીવાળી ગાડી ગીત ગાતા કિંજલ દવે ભરાઇ, રૂ.1 લાખનો દંડ ભરવો પડશે 

પરીક્ષા 7ના બદલે 8 ફોબ્રુઆરીએ પૂર્ણ થશે

પરીક્ષા 7ના બદલે 8 ફોબ્રુઆરીએ પૂર્ણ થશે. વડાપ્રધાનના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમના લીધે શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ.9થી 12ની શાળાકીય પરીક્ષાઓના કાર્યક્રમમાં થોડો ફેરફાર કર્યો છે. ધોરણ. 9થી 12ની શાળાકીય પરીક્ષા 29મી જાન્યુઆરીથી શરૂ થવાની હતી. પરંતુ આજ દિવસે પ્રધાનમંત્રીનો પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેથી બોર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, શાળાકીય પરીક્ષાઓ હવે 29 જાન્યુઆરીના બદલે તા.30 જાન્યુઆરીથી શરૂ થશે, જ્યારે 7 ફોબ્રુઆરીના બદલે 8 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થશે.

આ પણ વાંચો: અમદાવાદમાં અકસ્માતથી થતાં મોતનો આંકડો જાણી રહેશો દંગ 

પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ પણ 29મી જાન્યુઆરીના રોજ નક્કી કરવામાં આવ્યો

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા એકેડેમિક કેલેન્ડર મુજબ ધોરણ-9થી 12ના વિદ્યાર્થીઓની પ્રિલીમ અને દ્વિતીય શાળાકીય પરીક્ષા તા.29 જાન્યુઆરીથી શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે પરીક્ષાઓ તા.7 ફોબ્રુઆરીના રોજ પૂર્ણ થવાની હતી. કેલેન્ડરના હિસાબે શાળાઓમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવતું હોય છે. બીજી તરફ દર વર્ષે યોજાતો વડાપ્રધાનનો પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ પણ 29મી જાન્યુઆરીના રોજ નક્કી કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રીનો આ કાર્યક્રમ ગુજરાત સહિત દેશભરના વિદ્યાર્થીઓ નિહાળતાં હોય છે. પ્રસારણ માટે સ્કૂલોમાં આયોજન કરવામાં આવે છે. કાર્યક્રમનો દિવસ અને પરીક્ષા શરૂ થવાનો દિવસ એક જ હોવાથી મુશ્કેલી ઉભી થઈ હતી. જેથી શિક્ષણ બોર્ડ દ્વારા શાળાકીય પરીક્ષાઓ શરૂ થવામાં એક દિવસ પાછી ઠેલવાનો નિર્ણય લેવાયો છે. બોર્ડ દ્વારા જાહેરાત કરાઈ છે કે, શાળાકીય પરીક્ષા હવે તા.30 જાન્યુઆરીથી શરૂ થશે અને તા.8 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ કરવાની રહેશે.

Back to top button