ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

PM મોદી કેરળની બે દિવસીય મુલાકાતે, ગુરુવાયુર મંદિરમાં કરી પૂજા-અર્ચના

Text To Speech
  • વડાપ્રધાન વિલિંગ્ડન દ્વીપમાં કાર્યક્રમ દરમિયાન ચાર હજાર કરોડથી વધુના પ્રોજેક્ટ દેશને કરશે સમર્પિત

કેરળ, 17 જાન્યુઆરી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેરળની બે દિવસીય મુલાકાતે છે. પીએમ મોદીએ બુધવારે ત્રિશૂરના ગુરુવાયુર મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. મળતી માહિતી અનુસાર, PM મોદી આજે કેરળના વિલિંગ્ડન દ્વીપમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન ચાર હજાર કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ દેશને સમર્પિત કરશે. આ પહેલા પીએમ મોદીએ કોચીમાં રોડ શો પણ કર્યો હતો.

 

PM મોદી અનેક પ્રોજેક્ટ દેશને અર્પણ કરશે 

મળતી માહિતી મુજબ, PM મોદી આજે કેરળના વિલિંગ્ડન આઇલેન્ડમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન ચાર હજાર કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ દેશને સમર્પિત કરશે. આ પ્રોજેક્ટ્સમાં કોચીન શિપયાર્ડ ખાતે એક નવું બંદર અને આંતરરાષ્ટ્રીય જહાજ સમારકામ સુવિધાનો સમાવેશ થાય છે. આ સિવાય વડાપ્રધાન પુથુવીપાઈનમાં ઈન્ડિયન ઓઈલના અત્યાધુનિક એલપીજી ઈમ્પોર્ટ ટર્મિનલનું પણ ઉદ્ઘાટન કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે પહોંચ્યા કેરળ

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી બે દિવસીય પ્રવાસ પર મંગળવારે સાંજે કેરળના કોચી પહોંચ્યા હતા. અહીં તેમણે મહારાજા કોલેજ મેદાનથી લગભગ 1.3 કિલોમીટર લાંબો રોડ શો પણ કર્યો હતો.

આ પણ જુઓ :PM મોદીએ કહ્યું,’આજકાલ આખો દેશ રામમય છે, રામરાજ્યમાં જનતા રાજા છે’

Back to top button