ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મહુઆ મોઇત્રાને સરકારી બંગલો ખાલી કરવા અપાયું અલ્ટીમેટમ

Text To Speech

 નવી દિલ્હી, 17 જાન્યુઆરી: ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાને સરકારી બંગલો ખાલી કરવા માટે અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. આ માટે તેમને બીજી નોટિસ મોકલવામાં આવી છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે જો તે બંગલો ખાલી નહીં કરે તો તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. સંસદમાંથી સસ્પેન્શન બાદ મહુઆ મોઈત્રાને સરકારી બંગલો ખાલી કરવા માટે ઘણી નોટિસ મળી છે.

આમ છતાં તેઓ સરકારી બંગલો ખાલી કરી રહ્યા નથી. નોટિસ મુજબ, સંસદનું સભ્યપદ ગુમાવ્યા પછી તે હવે આ બંગલા માટે પાત્ર નથી, તેથી તેમણે 9B ટેલિગ્રાફ લેન ખાતેનો ટાઇપ 5 બંગલો ખાલી કરવો પડશે. નિયમ મુજબ તેમને બંગલો ખાલી કરવા માટે એક મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. જો કે આ દરમિયાન તેમણે કોર્ટનો સહારો પણ લીધો હતો પરંતુ ત્યાંથી પણ તેમને રાહત મળી ન હતી.

મહુઆએ તાત્કાલિક સરકારી બંગલો ખાલી કરવાનું કહેવાયું

નોટિસમાં કહેવામાં આવ્યું છે કે મહુઆએ તાત્કાલિક સરકારી બંગલો ખાલી કરી દેવો જોઈએ. મહત્ત્વનું છે કે,  સભ્યપદ માટેની એક મહિનાની સમય મર્યાદા પૂરી થયા બાદ 7 જાન્યુઆરીએ ફાળવણી રદ કરવામાં આવી હતી. મહુઆ મોઇત્રાને સરકારી બંગલો ખાલી કરવા માટે ઘણી નોટિસ આપવામાં આવી છે. તેમજ, તાજેતરની સૂચનામાં કહેવામાં આવ્યું છે કે જો તેઓ હવે બંગલો ખાલી નહીં કરે તો તેમને ત્યાંથી કાઢી મૂકવામાં આવશે અને જો જરૂર પડશે તો આ માટે બળનો ઉપયોગ પણ કરવામાં આવશે. ડિરેક્ટોરેટ ઓફ એસ્ટેટ તેમને આ નોટિસ મોકલી છે.

આ પણ વાંચો: મહુઆ મોઈત્રાની મુશ્કેલીઓનો અંત આવતો નથી, હવે દિલ્હી હાઇકોર્ટે પણ…

Back to top button