ટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

સચિન તેંડુલકર પણ ડીપફેકનો બન્યો શિકાર, વાયરલ વિડીયોથી પરેશાન

  • દિગ્ગજ ક્રિકેટરે પોતાના ડીપફેક વીડિયો અંગે ચિંતા વ્યક્ત કરી બધાને એલર્ટ કર્યા
  • વાયરલ થઈ રહેલા ખરાબ વીડિયોથી સચિન તેંડુલકર ખૂબ જ પરેશાન, દીકરી સારા માટે દુ:ખી

નવી દિલ્હી, 16 જાન્યુઆરી : દાયકાઓ સુધી વિશ્વ ક્રિકેટ પર રાજ કરનાર મહાન બેટ્સમેન સચિન તેંડુલકર આ સમયે ખૂબ જ દુઃખી છે. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ફેલાઈ રહ્યો છે જેના કારણે આ દિગ્ગજ ક્રિકેટરએ ચિંતા વ્યક્ત કરી છે. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર પર ડીપફેકનો શિકાર બન્યો છે અને તેણે આ અંગે બધાને એલર્ટ કરી દીધા છે. વાયરલ થઈ રહેલા આ ખરાબ વીડિયોથી સચિન તેંડુલકર ખૂબ જ પરેશાન છે અને પોતાની દીકરી સારાનું નામ સામેલ થતા દુ:ખી છે. સચિન તેંડુલકરે પોતાના ઓફિશિયલ એકાઉન્ટ પરથી તે વીડિયો શેર કરતા કહ્યું કે, વાયરલ થઈ રહેલો આ વીડિયો ફેક છે.

સચિન તેંડુલકરનો ડીપફેક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

 

છેલ્લા કેટલાક મહિનામાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી ઘણા સેલિબ્રિટીના વીડિયો બહાર આવ્યા છે. બોલિવૂડ અભિનેત્રીઓના ડીપફેક વીડિયો વાયરલ થયા બાદ હવે તેની અસર ક્રિકેટ સુધી પહોંચી ગઈ છે. મહાન બેટ્સમેન સચિન તેંડુલકરનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે એક એપને પ્રમોટ કરતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં સચિન તેંડુલકરના અવાજને ડબ કરીને AIની મદદથી નકલી વીડિયો બનાવવામાં આવ્યો છે.

 

પોતાનો ડીપફેક વિડિયો બહાર આવ્યા બાદ સચિન તેંડુલકરે તેના ઓફિશિયલ એકાઉન્ટ પર આ વીડિયો શેર કરીને બધાને એલર્ટ કરી દીધા હતા. તેણે પોતાની પોસ્ટ પર કેપ્શનમાં લખ્યું છે કે, “આ વીડિયો ફેક છે, લોકો કેવી રીતે ટેક્નોલોજીનો દુરુપયોગ કરી રહ્યા છે. હું દરેકને વિનંતી કરું છું કે આ વીડિયો, એપ અને પ્રમોશનની વધુમાં વધુ સંખ્યામાં જાણ કરો.”

સચિન તેંડુલકરની પુત્રી સારા પણ ડીપફેકનો બની છે શિકાર

થોડા દિવસ પહેલા જ ભારતીય ટીમના બેટ્સમેન શુભમન ગિલ સાથે સારા તેંડુલકરની એક તસવીર બહાર આવી હતી. આ પણ ડીપફેક ટેકનોલોજીની મદદથી બનાવવામાં આવ્યું હતું અને બાદમાં તે વાયરલ થયું હતું. જે તસ્વીર બહાર આવી તેમાં બંને એકસાથે જોવા મળ્યા હતા જ્યારે આ તસ્વીર ફેક હતી.

આ પણ જુઓ :જ્ઞાનવાપીઃ સુપ્રીમ કોર્ટે શિવલિંગ આસપાસની જગ્યા સાફ કરવાની અરજી સ્વીકારી

Back to top button