ગુજરાતટોપ ન્યૂઝ

ઉમરાપાડામાં 14 ઈચ વરસાદ, ગ્રામજનોનું સ્થળાંતર કરવામાં આવ્યું, સુરત જિલ્લાના 28 રસ્તાઓ બંધ કરાયા

Text To Speech

સુરત:સોમવાર: સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદ તથા આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીને ધ્યાને લેતા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે લેવામાં આવી રહેલા પગલાઓની વિગતો આપતા જિલ્લા કલેકટર આયુષ ઓકે જણાવ્યું હતું કે, ભારે વરસાદના કારણે સુરત જિલ્લામાં 28 જેટલા કોઝવે, નાળા પરના રસ્તાઓને બંધ કરવામાં આવ્યા છે. ઉમરપાડા તાલુકામાં 13 ઈચ વરસાદ પડવાને કારણે તાલુકાના આઠ જેટલા મેજર રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. ઉમરપાડાના 56 જેટલા ગામોમાં કાચા મકાનોમાં રહેતા રહીશોને સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે. જયારે આ ગામોમાં આવેલા તળાવ, જળાશયો, ડેમોમાં કોઈ પણ માછીમારી ન કરે તે અંગેની સુચનાઓ પણ ગ્રામજનોને આપવામાં આવી છે. હાલ જિલ્લામાં કોઈ માનવની જાનહાનિ ન હોવાનું કલેકટરએ જણાવ્યું હતું.

કલેકટરે વધુમાં જણાવ્યું હતું કે, ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે કાકરાપાર વિયરમાંથી 60 હજાર કયુસેક પાણી છોડવામાં આવ્યું છે જેના કારણે હરિપુરા કોઝવેને બંધ કરવામાં આવ્યો છે. એન.ડી.આર.એફની એક ટીમ વધારી ટીમ વડોદરાની આવી હોવાથી ઓલપાડ તહૈનાત રાખવામાં આવી છે. વધુ એક એસ.ટી.આર.એફ.ની ટીમ મંગાવવામાં આવી છે જે માંગરોળમાં તહૈનાત કરવામાં આવનાર હોવાની વિગતો આપી હતી.

Surat Collector on rain
સુરત ક્લેકટર આયુષ ઓક

સુરત જિલ્લાના બારડોલી, મહુવા, પલસાણા, માંડવી અને માંગરોળ તાલુકાના ગામોને જોડતા આંતરિક માર્ગો પરના નાળા પાણીમાં ગરકાવ થતા વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. અગમચેતીના ભાગરૂપે નાળા-પુલો પર પાણીના ભારે વહેણના કારણે સ્થાનિક પોલીસ ચોકીના પોલીસ, હોમગાર્ડ જવાનો તહેનાત કરવામાં આવ્યા છે. રસ્તાઓ બંધ થવાથી વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ છે. બંધ કરાયેલ નદી નાળા – પુલ પરના રસ્તા પાણી ઉતરતા જ રાબેતા મુજબ વાહનવ્યવહાર માટે ખુલ્લા મુકવામાં આવશે.

બારડોલી તાલુકાના વધાવા કરચકા ગામનો ઉતારા વધાવા કરચકા રોડ, જુની કીકવાડનો જુની કીકવાડ ગભેણી ફળીયા રોડ, પારડી વાલોડ ગામનો આકાનેર પારડી વાલોડ રોડ, ખરડ ગામનો ખરડ એપ્રોચ રોડ, સુરાલી ગામનો સુરાલી ધારીયા ઓવારા રોડ અને સુરાલી કોતમુડાથી બેલધા રોડ પરનો કોઝવે અને રામપુરા ગામનો ખરવાસા મોવાછી જોઈનિંગ સામપુરા રોડ પરનો કોઝવે ઓવર્ટોપિંગના કારણે બંધ કરવામાં આવ્યા છે.

મહુવા તાલુકાના નલધરા શેખપૂર ગામનો નલધરા સરકાર ફળિયાથી બેજીયા ફળિયા રોડ, આંગલધરા ગામનો આંગલધરા પારસી ફળીયા રોડ, ખરવન ઘડોઈ ગામનો ખરવન કોધાર ફળીયા રોડ, કોષ ચડાવ ગામનો કોષ ખખરી ફળીયાથી ચડાવ રોડ, કોષ આગલધરા ગામનો કોષ આગલધરા રોડ, વહેવલ ગામનો વહેવલ હટવાડા ઝાડી ફળીયા રોડ અને વહેવલ ખુટી ફળીયા રોડ ઓવર્ટોપિંગના કારણે બંધ કરવામાં આવ્યા છે.

 આ પણ વાંચો : રાજ્યમાં વરસાદે અત્યાર સુધીમાં 63 લોકોનો લીધો ભોગ, કેવી રીતે થયા સૌથી વધુ મોત ?

પલસાણા તાલુકાના હરીપુરા ગામનો હરીપુરા એપ્રોય રોડ જોઈનિંગ એન એચ 48 રોડ, અંત્રોલી ગામનો અંત્રોલી કોસમાડા રોડ, બગુમરા બલેશ્વર બગુમરા બલેશ્વર રોડ, બગુમરા તુડી ગામનો બગુમરા તુડી રોડ, બલેશ્વર ગામનો ઓલ્ડ બી-એ પાસીંગ થુ ચલથાણા બલેશ્વર પલસાણા વિલેજ રોડ, તુડી ગામનો તુડી-દસ્તાન રોડ ઓવર્ટોપિંગના કારણે બંધ કરવામાં આવ્યા છે.

Road Closed Surat Rain

માંડવી તાલુકાના દેવ ફળીયા ગામના દેવગઢ કોલખડી રોડ, કોલખાડી ગામના દેવગઢ અંધાર વાડી લિમ્ધા રોડ, મુંજલાવ ગામના ઉશ્કેર મુંજવાલ બૌધાન રોડ, લુહારવડ ગામના દેવગઢ લુહારવડ રોડ, કાલિબેલ ગામના મોરીઠ કાલિબેલ રેગમાં રોડ પર બનેલ કોઝવે ઓવર્ટોપિંગના કારણે બંધ કરવામાં આવ્યા છે. માંગરોળ તાલુકાના શેઠી ગામના વેલાછાથી શેઠી રોડ, સિયાલજ ગામના સીયાલજથી કોસંબા રોડ, વલેસા ગામના પણેથાથી વલેસા રોડ ઓવર્ટોપિંગના કારણે બંધ કરવામાં આવ્યા છે.

Back to top button