ટ્રેન્ડિંગધર્મશ્રી રામ મંદિર

કૈલાશ ખેરનું મનમોહક ગીત ‘રામ કા ધામ’ રિલીઝ, જુઓ વિડીયો

Text To Speech
  • કારસેવાથી લઈને રામ મંદિરના નિર્માણ સુધીની સંપૂર્ણ વાર્તા કહેતું ગીત મનમોહક
  • આ ગીત અયોધ્યાના રામ મંદિર માટે ઉમંગ અને રામ ભક્તોના હૃદયમાં ઉત્સાહ જગાડે છે

નવી દિલ્હી, 16 જાન્યુઆરી : અયોધ્યામાં આજથી રામલલ્લાના પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ પહેલાના કાર્યક્રમો શરૂ થઈ ગયા છે. આ દરમિયાન કૈલાશ ખેરનું મનમોહક ગીત ‘રામ કા ધામ‘ આજે રિલીઝ કરવામાં આવ્યું છે જે અયોધ્યાના ભવ્ય રામ મંદિર માટે ઉમંગ અને ફરી એકવાર રામ ભક્તોના હૃદયમાં ઉત્સાહ જગાડે છે.  જેમાં કાર સેવાથી લઈને રામ મંદિરના નિર્માણ સુધીની સંપૂર્ણ વાર્તા કહેવામાં આવી છે. અનુ મલિકના સંગીત નિર્દેશન અને કૈલાશ ખેરના સુરીલા અવાજમાં આ ગીત માત્ર એક કલાત્મક સર્જન જ નથી પણ ભક્તિનો મહાસાગર પણ છે.

અયોધ્યામાં આજે સૌ પ્રથમ પ્રાયશ્ચિત પૂજા કરવામાં આવી રહી છે. પ્રાયશ્ચિત પૂજાએ પૂજાની એક એવી પદ્ધતિ છે જેમાં શારીરિક, આંતરિક, માનસિક અને બાહ્ય રીતે પ્રાયશ્ચિત કરવામાં આવે છે. આજે આચાર્યો દ્વારા કર્મકુટી પૂજા પણ કરવામાં આવી રહી છે, આ વિધિની સાથે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનો આજથી વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પછી 22 જાન્યુઆરીએ અભિજીત મુહૂર્તમાં રામલલ્લાનો પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે.

 

રામ મંદિર પર રીલીઝ થયેલું કૈલાશ ખેરનું નવું ગીત અદ્ભુત

ભાજપ દ્વારા આ ગીતના વીડિયોને તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ X(ટ્વિટર) પર શેર કર્યો છે અને લખ્યું છે “ બોલો જય શ્રી રામ, મર્યાદાની મૂરત રામ, પૂર્ણ પુરુષની સુરત રામ, વ્યાકુળ ચિંતિત મારા હદય માટે એક માત્ર વિશ્રામ. રામ રામ રામ બોલો જય શ્રી રામ. ગાયક કૈલાશ ખેરના અવાજમાં કાર સેવાથી લઈને રામ મંદિરના પુનર્નિર્માણ સુધીની આખી વાર્તા સાંભળો.

ઉલ્લેખનીય છે કે, કૈલાસ એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ અને કૈલાસા રેકોર્ડ્સે “રામ કા ધામ રાષ્ટ્રગીત(એન્થમ)” રિલીઝ કર્યું છે, જે અયોધ્યા ધામના ભવ્ય રામ મંદિરનું ગીત છે. ગીતની પંક્તિઓ ભક્તોના મનમાં શ્રદ્ધાની લહેર ઊભી કરે છે.

આ પણ જુઓ :રામ મંદિરમાં આજથી પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનો શુભારંભ, 18મીએ ગર્ભગૃહમાં મુકાશે મૂર્તિ

Back to top button