ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દિલ્હી દારૂ કૌભાંડમાં BRS નેતા કે. કવિતાને ફરીવાર EDનું તેડું

Text To Speech

નવી દિલ્હી, 16 જાન્યુઆરી: EDએ દિલ્હી એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસના સંબંધમાં BRS નેતા કે. કવિતાને સમન્સ પાઠવ્યા છે. આ અંગે માહિતી આપતાં સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવની 45 વર્ષની પુત્રી કવિતાને મંગળવારે દિલ્હીમાં તપાસ એજન્સી સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. જો કે, તેઓ એજન્સી સમક્ષ હાજર થઈ શકશે નહીં અને તેમણે આ અંગે તપાસ અધિકારીને ઈમેલ દ્વારા જાણ કરી છે.

ED કવિતાને સમન્સ નહીં આપી શકેઃ વકીલ

ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, કવિતાના વકીલ નીતીશ રાણાએ કહ્યું કે સુપ્રીમ કોર્ટનો આદેશ છે, જે કહે છે કે ED આ કેસમાં કે. કવિતાને સમન ન કરી શકે. જો કે,  ગયા વર્ષે આ કેસમાં તેમની ત્રણ વખત પૂછપરછ હાથ ધરાઈ હતી અને કેન્દ્રીય એજન્સીએ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ તેમનું નિવેદન નોંધ્યું હતું. ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) MLC કવિતાએ અગાઉ કહ્યું હતું કે તેમણે કંઈ ખોટું કર્યું નથી અને આરોપ લગાવ્યો હતો કે ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર EDનો ઉપયોગ કરી રહી છે. કારણ કે ભાજપ પાછલા બારણેથી તેલંગાણામાં ઘૂસી શકતી નથી, ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર EDનો ‘ઉપયોગ’ કરી રહી છે.

અરવિંદ કેજરીવાલને ચોથી વાર સમન્સ જારી

EDએ દિલ્હીના દારૂ કૌભાંડમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ચોથું સમન્સ જારી કર્યું છે અને તેમને 18 જાન્યુઆરીએ હાજર થવા માટે કહ્યું છે. બીજી તરફ, છેલ્લી વખત જ્યારે કે.કવિતા ED સમક્ષ હાજર થયા ત્યારે તેમણે હૈદરાબાદ સ્થિત ઉદ્યોગપતિ અને કેસના આરોપી અરુણ રામચંદ્રન પિલ્લઈના નિવેદનોનો સામનો કરવો પડ્યો હતો. EDએ કહ્યું હતું કે, પિલ્લઈ કવિતા સાથે જોડાયેલી લિકર કાર્ટેલ “સાઉથ ગ્રૂપ” નું પ્રતિનિધિત્વ કરે છે, જેમણે બજારમાં મોટો હિસ્સો મેળવવા માટે આમ આદમી પાર્ટીને લગભગ 100 કરોડ રૂપિયાની લાંચ આપી હતી.

આ પણ વાંચો: EDએ અરવિંદ કેજરીવાલને ચોથી વખત સમન્સ પાઠવ્યું, 18 જાન્યુઆરીએ પૂછપરછ

Back to top button