પાછલા એક – બે નહીં પરંતુ અઢી વર્ષ કરતા પણ વધારે સમયથી ગુજરાતનો એક બેરોજગાર યુવાન એક કપરી ટેકનાં કારણે પગમાં કશુ પણ પહેર્યા વીના જ, ઉઘાડા પગે ફરી રહ્યો હતો. “LRDનુ વેઇટિંગ નહિ ખુલે ત્યા સુધી ઉઘાડા પગે ફરીશ” યુવાન દ્વારા આવી તો કપરી ટેક લેવામાં આવી હતી. ગુજરાત સરકાર અને ખાસ કરીને ગૃહ મંત્રાલયના કારણે યુવાન હવે પગમાં બુટ-ચપ્પલ પહેરી શકશે તે વાત તો પાક્કી છે, પરંતુ સંવેદનશીલ ગુજરાત સરકારે યુવાનની આ તપસ્યાને બિરદાવી પણ છે.
“LRDનુ વેઇટિંગ નહિ ખુલે ત્યા સુધી ઉઘાડા પગે ફરીશ” એવી ટેક રાખી પાછલા અઢી વર્ષથી ઉઘાડા પગે ફરતા વિજાપુરનાં અરૂણ રબારીની ટેક અઢી વર્ષે ફળી છે અને ગુજરાતની સંવેદનશીલ સરકારનાં યુવા ગૃહમંત્રીએ આ ટેકની ફક્ત નોંધ લીધી તેવુ નહીં, પરંતુ નોંધ લેવાની સાથે સાથે યાદરાખી અને યાદ કરીને આવી કપરી અને વિચીત્ર ટેક લેનાર ઉમેદવારને પોતે જ ચપ્પલ લઇ આપી પોતાની અને પોતાની સરકારની સંવેદનશીલતાનો પરીચય પણ કરાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે વિજાપુર નજીક આવેલા લાડોલ ગામના અરૂણ રબારીએ અઢી વર્ષથી પગમા ચપ્પલ પહેર્યા નથી. આજે LRD વેઇતિંગનો મુદ્દો ઉકેલાય જતાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એ અરુણ રબારીને ચપ્પલ લઈને આપ્યા હતા. અરૂણ માટે તો ગુજરાત સરકારનો આ નિર્ણય બેવળી ખુશીનું કારણ છે પણ ગુજરાત સરકારના આ નિર્મણથી ગુજરાતનાં હજારો બેરાજગાર અરૂણોના જીવનમાં રોજગારીનો અરૂણોદ્દય થશે તેવા પણ ચોક્કસ છે.