ટ્રેન્ડિંગયુટિલીટીલાઈફસ્ટાઈલવર્લ્ડવિશેષસાયન્સ એન્ડ ટેકનોલોજી

દુનિયાના કેટલાક અનોખા ઇંન્વેન્શન, જે ખૂબ જ રોચક છે

અમદાવાદ, 15 જાન્યુઆરી : આપણે બધા જાણીએ છીએ કે પૃથ્વીને બચાવવા માટે આપણે આપણી ભાગીદારી ભજવવવી જોઈએ, પરંતુ સૌથી મુશ્કેલ એ જાણવું છે કે શરૂઆત ક્યાંથી કરવી. દરરોજ, માનવી પૃથ્વીને અલગ અલગ રીતે નાશ કરી રહ્યા છે, આવા સંજોગોમાં, વિશ્વને બચાવતી કેટલીક શોધો, આ ઇકો-ફ્રેન્ડલી આવિષ્કારો સાબિત કરે છે કે મનુષ્ય પરિવર્તન લાવવા સક્ષમ છે. સૌર-સંચાલિત કચરો દૂર કરવાથી લઈને પાણીના બ્લોબ્સ સુધી, આ શોધો જેના દ્વારા વિશ્વને વધુ સારા ભવિષ્ય તરફ આગળ વધવામાં મદદ મળી રહી છે.

Liter of Light

બ્રાઝિલના મિકેનિક આલ્ફ્રેડો મોઝરના વિચારે 2011 માં લિટર ઓફ લાઇટ ચળવળને વેગ આપ્યો હતો. દિવસ દરમિયાન, મોઝર ખાલી બોટલમાં બ્લીચ અને પાણીને ભેગું કરી તે તેને તેની છતના છિદ્રમાં દાખલ કરીને તેના ઘરનો અંદરનો ભાગ પ્રકાશિત કરતો હતો. રીફ્લેક્શન પ્રક્રિયા દ્વારા, પાણીની બોટલ 40 થી 60-વોટના લાઇટબલ્બ જેટલા શક્તિશાળી પ્રકાશના સ્ત્રોતમાં રૂપાંતરિત થતી.

Liter of Light, invention saving the world

Edible water blobs

ખાદ્ય પાણીની પારદર્શક બોટલમાંનું પાણી ક્લોરાઇડ અને સીવીડથી બનેલું હોય છે. બોટલ પણ બાયોડિગ્રેડેબલ હોય છે. 2014 માં, લંડનના ડિઝાઇન વિદ્યાર્થીઓના જૂથે એક પ્રોટોટાઇપ વિકસાવ્યો જેનું નામ “ ઓહો! ” પડ્યું હતું. પિયર-યવેસ પેસલિયર અને રોડ્રિગો ગાર્સિયા ગોન્ઝાલેઝે તેમની પ્રોડક્ટનું માર્કેટિંગ કરવા માટે સ્કિપિંગ રોક્સ લેબની સ્થાપના કરી.

edible water blob, invention saving the world

Mr. Trash Wheel

ઇનર હાર્બર વોટર વ્હીલ, જે “મિ. ટ્રેશ વ્હીલ” તરીકે જાણીતું છે, જે જોન્સ ફોલ્સ નદીમાંથી કચરો એકઠો કરવા માટે પાણી અને સૂર્યપ્રકાશના બળનો ઉપયોગ કરે છે. નદીમાં રહેલા કચરાને નદીના પ્રવાહ સંચાલિત વોટર વ્હીલ દ્વારા એકત્રિત કરવામાં આવે છે અને ડમ્પસ્ટર બાર્જ પર ફેંકવામાં આવે છે. ડમ્પસ્ટરને બોટ દ્વારા દૂર કરવામાં આવે છે.

Plastic-free shampoo pods

ડ્રોપ કલેક્શનને NOHBO દ્વારા 2018 માં રજૂ કરવામાં આવ્યું હતું. NOHBO ટીમે પર્સનલ કેરના સિંગલ ઉપયોગ માટે water-soluble Drop પાછળ વર્ષો મહેનત કરી હતી, હાથની હથેળીમાં શેમ્પૂનું એક ટીપું શાવરના પાણીમાં સંપૂર્ણપણે ઓગળી જાય છે, અને નિશાન પણ છોડતું નથી.

Waterotor

વોટરટોરએ ધીમી ગતિએ વહેતા પાણીની ઊર્જાને વીજળીમાં રૂપાંતરિત કરવામાં સક્ષમ ધરાવે છે, આ એક અદભૂત હાઇડ્રોકિનેટિક ટેકનોલોજી છે, વોટરટોરની અસાધારણ કાર્યક્ષમતા તેના એક પ્રકારના રોટર પર નિર્ભર છે, જેને NASA વિન્ડ ટનલમાં ડિઝાઇન, પરીક્ષણ અને ઑપ્ટિમાઇઝ કરવામાં આવ્યું હતું.

Shipping container pool

શિપિંગ કન્ટેનર પૂલ રિસાયકલ કરેલા જૂના કન્ટેનરમાંથી બનાવવામાં આવે છે. તેમના મજબૂત બાંધકામને કારણે, આ કન્ટેનરનો ઉપયોગ સ્ટોરેજ શેડથી લઈને રમતના મેદાનના સાધનો સુધી કોઈપણ વસ્તુમાં થઈ શકે છે. તે દિવાલ, વાડ અને ઘરોના માળખાના નિર્માણમાં પણ ઉપયોગમાં લેવાય છે.

The Seabin

સીબિન યુનિટ એ પાણીમાં રહેલું “ટ્રેશ સ્કિમર” છે જે મરીન, યાટ ક્લબ, બંદરો અથવા અમુક  શાંત પાણીમાં મૂકી શકાય છે. તેમાં પાણી પમ્પ કરતા તે તરતા કચરાના ડબ્બા તરીકે કામ કરે છે જે પાણીની સપાટીને સ્કિમ કરે છે. ફ્લોટિંગ ટ્રૅશ, મેક્રો અને માઇક્રોપ્લાસ્ટિક્સ અને માઇક્રોફાઇબર્સ પણ એવી બધી વસ્તુઓ જેને સીબિન ફિલ્ટર કરી શકે છે.

Edible spoons

ભારતના હૈદરાબાદના પીસાપાટી નામના સંશોધક અને કૃષિ સલાહકારે 2010 માં બાજરી, ચોખા અને ઘઉંના લોટમાંથી ખાદ્ય ચમચી બનાવી હતી. આ ખાદ્ય લંચ સ્પૂનએ ખાંડ, આદુ-તજ, આદુ-લસણ, જીરું, સેલરી, કાળા મરી, ફુદીનો-આદુ, ગાજર-બીટરૂટ અને અન્ય ફ્લેવરમાં પણ ઉપલબ્ધ છે. તે વીસ મિનિટ સુધી ઉકળતા પ્રવાહીનો સામનો કરી શકે છે. અને તેની બે થી ત્રણ વર્ષની સુધીની શેલ્ફ લાઇફ છે.

Edible Spoon

SaltWater Brewery

ફ્લોરિડાના ડેલરે બીચ સોલ્ટવોટર બ્રુઅરી દ્વારા “ખાદ્ય સિક્સ-પેક રિંગ્સ”  નામનું નવું ટકાઉ બીયર પેકેજિંગ રજૂ કરવામાં આવ્યું હતું. આ છ-પેક રિંગ્સ, ઉકાળવાની પ્રક્રિયામાંથી બચેલા જવ અને ઘઉંના રિબનમાંથી બનાવવામાં આવે છે, તે સંપૂર્ણપણે બાયોડિગ્રેડેબલ અને ખાદ્ય છે. જે પ્રાણીઓ કચરાપેટીમાંથી કચરો ખાય છે, તેને કોઈપણ રીતે નુકસાન પહોંચડતું નાથી આ પેકેજિંગ.

Portable turbine

પાણીના વેગ પર આધાર રાખીને Idénergie રિવર ટર્બાઇન દરરોજ બાર કિલોવોટ કલાક (kWh) સુધી વીજળી ઉત્પન્ન કરી શકે છે, જે એક સામાન્ય ઘર એટલે કે, રેફ્રિજરેટર, ટેલિવિઝન, કમ્પ્યુટર અને લાઇટ જેવી આવશ્યક વસ્તુઓ ચલાવવા માટે પૂરતી ઊર્જા પ્રદાન કરી શકે છે. નિર્માતા દાવો કરે છે કે એક રિવર ટર્બાઇન તેની સંપૂર્ણ ક્ષમતા પર કામ કરે છે અને તે બાર સોલાર પેનલ્સ જેટલી શક્તિ ઉત્પન્ન કરી શકે છે.

આ પણ વાંચો : ભારતના સૌથી લાંબા દરિયાઈ પુલ અટલ સેતુમાં કઈ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે?

Back to top button