ગુજરાતટોપ ન્યૂઝ

રાજ્યમાં વરસાદે અત્યાર સુધીમાં 63 લોકોનો લીધો ભોગ, કેવી રીતે થયા સૌથી વધુ મોત ?

Text To Speech

રાજ્યમાં જે રીતે વરસાદની સ્થિતિ બની રહી છે તેને જોતાં રાજ્ય સરકાર એક્શનમાં આવ્યું છે. આ તરફ રવિવારે મોડી રાત્રે મુખ્યમંત્રીએ મુખ્ય સચિવ પંકજ કુમાર સાથે મિટીંગ કરી હતી. તેમજ રાજ્ય મુખ્ય સચિવ પંકજ કુમારે પણ ગુજરાતના આઠ જિલ્લાઓમાં રેડ એલર્ડ જાહેર કરવામાં આવ્યું છે. મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ કરીને વરસાદને કારણે ગુજરાતમાં થયેલી તારાજી અંગેનો ચિતાર આપવામાં આવ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું કે, રાજ્યમાં કુલ 63 લોકોનાં મોત નિપજ્યા છે, જ્યારે કુલ 10,674 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.

દ.ગુજરાતના આ જિલ્લાઓમાં રેડ એલર્ટ

મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવવામાં આવ્યું હતું કે, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે ચાર વાગ્યા સુધીના તાલુકા પ્રમાણે વરસાદના આંકડા જણાવતાં તેઓએ કહ્યું હતું કે, નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં 442 mm વરસાદ, સુરતના ઉમરપાડામાં 345 mm, નર્મદાના તિલકવાડામાં 270 mm વરસાદ વરસ્યો હતો.

આ પણ વાંચો : રાજ્યના આઠ જિલ્લાઓમાં થયેલ ભારે વરસાદ સંદર્ભે ઝીરો કેઝ્યુલિટીના અભિગમ રાખવા રાજ્ય સરકારના અધિકારીઓની સૂચના આપી

ક્યાં અને કેટલાં લોકોનું સ્થળાંતર થયું ?

અત્યાર સુધીમાં આણંદમાં 630, દેવભૂમિ દ્વારકામાં 120, કચ્છમાં 130નું સ્થળાંતર કરાયું હતું, જેઓ તમામ ઘરે પરત ફર્યાં છે. આ ઉપરાંત પોરબંદરમાં 801 લોકોનું સ્થળાંતર કરાયું હતું, જેમાંથી 388 લોકો પરત ફર્યા છે, છોટા ઉદેપુરમાં 5,278 લોકોનું સ્થળાંતર કરાયું હતું, જેમાંથી તમામ લોકો ઘરે પરત ફર્યાં છે. તાપીમાં 235માંથી 71 લોકો આશ્રયસ્થાનોમાં છે. જ્યારે 2902 લોકોનું સ્થળાંતર કરાયું હતું, જેમાંથી તમામ લોકો ઘરે પરત ફર્યાં છે. વલસાડની અંદર 469માંથી 350 લોકો આશ્રય સ્થાનમાં છે. નર્મદામાં 85 લોકોનું સ્થળાંતર કરાયું હતું. ગુજરાતમાંથી કુલ 10,674 લોકોનું કુલ સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જેમાંથી 3821 લોકો આશ્રયસ્થાનમાં છે, અને 6853 લોકો ઘરે પરત ફર્યાં છે.

કેટલા લોકોના અને કેવી રીતે થયા મોત

માનવ મૃત્યુ અંગે આંકડા જણાવતાં મહેસૂલ મંત્રીએ કહ્યું હતું કે, 1 જૂન 2022થી 9 જુલાઈ 2022 સુધીમાં કુલ 56 લોકોનાં મોત નિપજ્યા છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં વધુ 7 લોકોનાં મોત નિપજ્યા છે. આમ કુલ અત્યાર સુધી કુલ 63 માનવ મૃત્યુ થયા છે. 1 જૂનથી 9 જુલાઈ સુધીમાં 264 પશુ મૃત્યુ થયા છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં 8 પશુઓનાં મોત નિપજ્યા છે. અત્યાર સુધી વરસાદના કારણે કુલ 272 પશુઓનાં મોત નિપજ્યા છે. માનવ મૃત્યુમાં સૌથી વધારે મૃત્યુ વીજળી પડવાને કારણે થયા છે. વીજળી પડવાને કારણે 33 લોકોનાં મોત નિપજ્યા છે. દિવાલ પડવાને કારણે 8 લોકોનાં મોત નિપજ્યા છે. ડૂબવાને કારણે માત્ર 16 મૃત્યુ થયા છે, ઝાડ પડવાને કારણે 5 લોકોનાં તો વીજળીનો થાંભલો પડવાને કારણે 1 વ્યક્તિનું મોત નિપજ્યું છે. આમ કુલ 63 લોકોનાં મોત નિપજ્યા છે.

આ પણ વાંચો : હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે કરી મહત્વની આગાહી, સુરતમાં બિનજરૂરી બહાર ન નીકળવા ક્લેકટરની અપીલ

મકાનોને શું થયું નુકસાન

મકાનોના નુકસાનનો ચિતાર આપતાં રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, 1 જૂનથી 9 જુલાઈ સુધીમાં કુલ 18 મકાનો પૂર્ણ નુકસાન પામેલાં છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં 7 મકાનોને પૂર્ણ નુકસાન પહોંચ્યું હતું, એમ કુલ 25 મકાનો સંપુર્ણ નુકસાન પામેલાં છે. બીજી બાજુ કુલ 11 ઝુપડાને પૂર્ણ નુકસાન થયું છે.

રેસ્ક્યૂ ટીમનું શું રહી સ્થિતિ

રેસ્ક્યૂ અંગે વિગતો આપતાં તેઓએ કહ્યું કે, આણંદ ખાતે 1 જુલાઈના રોજ અતિભારે વરસાદથી સિસવા ગામેથી 17 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. તાપીમાં અંતઃપુર ખાતેથી 39 લોકોને, છોટા ઉદેપુરના બોડેલીમાં દિવાન ફળિયું પડી જતાં 50 લોકો સહિત 508 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 468 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. SDRFની કુલ 18 ટીમો બે ભાગમાં વિભાજિત છે. NDRFની 18 ટીમો પણ કાર્યરત છે.

Back to top button