ટ્રેન્ડિંગફન કોર્નરમનોરંજનવિશેષવીડિયો સ્ટોરી

નોરા ફતેહી ઝૂંપડપટ્ટીની છોકરીઓના ડાન્સથી થઈ પ્રભાવિત

Text To Speech

મુંબઈ, 15 જાન્યુઆરી : સત્યમેવ જયતે 2 નું ગીત ‘કુસુ કુસુ’ રિલીઝ થતાની સાથે જ લોકપ્રિય થઈ ગયું હતું. આ ગીતને આટલો પ્રેમ મળવાનું એક કારણ નોરા ફતેહીના શાનદાર પરફોર્મન્સ આ ગીતમાં પ્રાણ પૂર્યા છે. દર્શકોને આ ગીત ખૂબ જ પસંદ છે. ચાહકો આ ગીત પર ઘણી રીલ્સ પણ બનાવી રહ્યા છે. સાથે જ, નોરાએ એક વીડિયો શેર કર્યો છે જેમાં ઝૂંપડપટ્ટીની 3 છોકરીઓ નોરાના આ ગીત પર ડાન્સ કરતી જોવા મળે છે. વીડિયો શેર કરતી વખતે નોરા ફતેહીએ લખ્યું છે – OMG, આ ખૂબ જ ક્યૂટ છે. તમે લોકો અદ્ભુત છો.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi)

જ્હોન અબ્રાહમ માટે લકી ચાર્મ બની, નોરા ફતેહીએ ‘દિલબર’, ‘ઓ સાકી સાકી’ અને ‘રોક ધ પાર્ટી’ પછી ફરીથી જ્હોન સાથે કુસુ કુસુમાં પણ કામ કર્યું હતું, નોરા ફતેહીએ કહ્યું હતું કે, “સત્યમેવ જયતે મારા જીવનમાં એક વિશેષ સ્થાન ધરાવે છે અને હું સત્યમેવ જયતે 2 નો પણ ભાગ બનીને ખૂબ જ ખુશ છું. દિલબરની સફળતા પછી, તે કુસુ કુસુ ગીતનો પણ ભાગ બની હતી. દિગ્દર્શક મિલાપ ઝવેરીએ પણ નોરાની ખૂબ તારીફ કરી હતી. કહ્યું હતું કે, નોરાની પ્રતિભાએ દર્શકોને પ્રભાવિત કર્યા છે. તેણે માત્ર આખા દેશને જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને મંત્રમુગ્ધ કરી દીધું છે, દરેક વ્યક્તિ તેની સુંદરતા અને નૃત્ય માટે દિવાના છે. સત્યમેવ જયતે 2નો ભાગ બનવા માટે હું તેનો ખૂબ આભારી છું.

એક પછી એક હિટ ફિલ્મો સાથે, નોરા ફતેહીએ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં તેના ચાહકો બનાવ્યા છે, નોરએ આ વીડિયો શેર કરતાં ઘણા લોકોએ તેની પ્રશંસા કરી છે, તેના ચાહકો પણ ઘણા ખુશ છે.

આ પણ વાંચો : વાઇરલ વીડિયો : અમેરિકામાં ભારતીય મૂળના રહેવાસીઓએ ટેસ્લા કારથી લખ્યું RAM નામ

Back to top button