ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલશ્રી રામ મંદિર

કાશ્મીરની દીકરીએ પહાડી બોલીમાં રામ ભજન ગાઈને ભક્તિમાં લીન કર્યા, જૂઓ વીડિયો

ઉરી (જમ્મુ-કાશ્મીર), 15 જાન્યુઆરી: રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે દેશભરમાં લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં ઉરીના પહાડી વિસ્તારમાં રહેતી સૈયદા બતુલ ઝહરા રામ ભજન ગાઈને સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. તેણે પીએમ મોદીના વખાણ કરીને આ ભજન દ્વારા જમ્મુ-કાશ્મીરને 22 જાન્યુઆરીએ યોજાનારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં જોડાવાની વાત કરી છે.

પહાડીમાં ઝહેરાએ રામ ભજન ગાઈને સૌને મંત્રમુગ્ધ કર્યા

52 સેકન્ડના વીડિયોમાં ઝહરાએ કહ્યું કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 11 દિવસના ઉપવાસ રાખ્યા છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના ઉમદા હેતુ માટે તેમણે આ સંકલ્પ લીધો છે. આગળ ઝહરાએ કહ્યું- આજે આખો દેશ રામ ગીત ગુંજી રહ્યો છે ત્યારે જમ્મુ-કાશ્મીર પણ આ કાર્યક્રમમાં જોડાયું છે. ત્યારબાદ ઝહરાએ પહાડીમાં રામ ભજન ગાયું છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકો વિદ્યાર્થિનીની પ્રશંસા કરતા થાકતાં નથી.

ઈમાન અન્સારી રામ ભજન ગાઈને ભક્તિ રંગમા રંગયા

આજે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં માત્ર હિન્દુ સમુદાયના જ નહીં, પરંતુ બીજા ધર્મોના લોકો પણ તેમાં જોડાઈને યોગદાન આપી રહ્યા છે. ત્યારે ઉત્તર પ્રદેશના લખીમપુર જિલ્લામાં રહેતી ઈમાન અન્સારી રામ ભજન ગાઈને લોકોને ભક્તિના રંગમાં રંગયા હતા. જેનો વીડિયો ન્યૂઝ એજન્સી ANIએ અપલોડ કર્યો છે.

સુવિધાના અભાવ વચ્ચે 12મા ધોરણમાં ઉચ્ચ માર્કસ મેળવ્યા

સૈયદા બતુલ ઝહરાની વાત કરીએ તો, તે પ્રથમ વર્ષની સ્નાતકની વિદ્યાર્થિની છે. તે ઉરીના પહાડી સમુદાયમાંથી આવે છે. તેણે 2023માં ધોરણ 12માં 500માંથી કુલ 469 માર્ક્સ મેળવ્યા ત્યારે તે ચર્ચામાં આવી હતી. સુવિધાઓનો અભાવ, વાહનવ્યવહારની સુવિધા અને ટ્યુશન ન હોવા છતાં તેણે ધોરણ 12માં ઉત્તમ ગુણ મેળવ્યા હતા. ઝહરાએ જણાવ્યું હતું કે તે સ્કૂલ પહોંચવા માટે ઘણા કિલોમીટર ચાલીને જતી હતી. ઘરની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે તે ટ્યુશન ભણી શકી ન હતી. IAS બનીને દેશની સેવા કરવાનું ઝહેરાનું સપનું છે. બારામૂલાના ડેપ્યુટી કમિશનર ડૉ. સૈયદ સેહરિશ અશગર ઝહેરાને તે પોતાના રોલ મૉડલ માને છે.

આ પણ વાંચો: PM મોદીએ ઉસ્માન મીરનું રામ ભજન વખાણ્યું, કહ્યું- આ સાંભળીને દિવ્ય અનુભૂતિ થશે

Back to top button