હિંદુત્વનો ઈતિહાસ દેશનો ઈતિહાસ – નીતિન ગડકરી
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા, 15 જાન્યુઆરી : કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે રામ મંદિર આંદોલન અને તેમાં યોગદાન આપનારા નેતાઓનો ઉલ્લેખ કરતાં કહ્યું કે તે એક જાગૃતિ અભિયાન હતું. અયોધ્યા આંદોલન માત્ર મંદિર માટે નથી, પરંતુ કોઈનું તુષ્ટિકરણ કર્યા વગર બધા માટે ન્યાય સુનિશ્ચિત કરવાનું એક જાગૃતિ અભિયાન હતું. આ નવી તુષ્ટિકરણ નીતિની વિરુદ્ધ છે જે આપણા દેશના ગૌરવ, સંસ્કૃતિ અને ઈતિહાસને બાજુ પર રાખીને લાવવામાં આવી હતી. તેમજ હિન્દુત્વનો ઈતિહાસ એ આપણા દેશનો ઈતિહાસ છે.
અડવાણીની રથયાત્રાને કરી યાદ
નીતિન ગડકરીએ નાગપુરમાં એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં લોકોને સંબોધિત કરતા કહ્યું કે ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીની ‘રથયાત્રા’ અયોધ્યાના રામમંદિર મુદ્દાને દેશમાં મોખરે લાવી. વિશ્વ હિન્દુ પરિષદના અશોક સિંઘલ, બીજેપીના વરિષ્ઠ નેતા ઉમા ભારતી, સાધ્વી ઋતંભરા, ઘણા સાધુઓ અને શંકરાચાર્યોએ આ માટે લડત આપી હતી. આ રામજન્મભૂમિ આંદોલન માત્ર મંદિર વિશે નથી.
રામ મંદિર ગૌરવ અને સ્વાભિમાનનું પ્રતીક
સાથે જ, નીતિન ગડકરીએ કહ્યું, આ પ્રયાસો ભારતના ઈતિહાસ, સંસ્કૃતિ વારસાનું ગૌરવ અને સન્માન પાછું લાવવા માટે હતા. દેશમાં જ્યાં ભગવાન રામનો જન્મ થયો હતો ત્યાં રામ મંદિર બનાવવું એ ગૌરવ અને સ્વાભિમાનનું પ્રતીક છે. તેથી, આ મુદ્દો સાંપ્રદાયિક અથવા જાતિ સંબંધિત નથી, આ રાષ્ટ્રીય મુદ્દો છે, લોકો ખુશ છે કે ભગવાન રામના જન્મસ્થળ પર ભવ્ય મંદિરનું નિર્માણ થયું તે માટે. 22 જાન્યુઆરીએ અમને દરેકને તક મળશે દર્શન કરવાની.
રાજકીય લાભ માટે સેક્યુલર શબ્દનું ખોટું અર્થઘટન
આ ઉપરાંત, તેમણે જણાવ્યું કે, રાજકીય લાભ માટે ભૂતકાળમાં સેક્યુલર શબ્દનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે. આપણો સમાજ આનુવંશિક રીતે ધર્મ નિરપેક્ષ છે. બિનસાંપ્રદાયિકતાનો અર્થ છે સર્વ ધર્મ સત્ભાવ. ભારતીયોએ જાતિથી ઉપર ઊઠીને હિંદુ સંસ્કૃતિ, હિંદુ ઈતિહાસ અને હિંદુ જીવનશૈલી માટે સમર્પિત થવું જોઈએ. તેમજ, હિંદુ એ ભારતીય સંસ્કૃતિ છે અને ભારતીય સંસ્કૃતિ હિંદુત્વનો પર્યાય છે. હિન્દુત્વ સંકુચિત નથી, કોમવાદી નથી, જાતિવાદી નથી. હિંદુ ધર્મમાં દરેકનો સમાવેશ થાય છે, તે રાષ્ટ્રનું ગૌરવ છે અને હિંદુત્વનો ઈતિહાસ રાષ્ટ્રનો ઈતિહાસ છે.
આ પણ વાંચો : હેમા માલિની અયોધ્યામાં રામાયણ પર રજૂ કરશે ડાન્સ ડ્રામા