ગુજરાતમધ્ય ગુજરાતયુટિલીટી

વિદ્યાનગરઃ રોજગાર ભરતી મેળામાં ૫૦ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી

Text To Speech

આણંદ14 જાન્યુઆરી: જિલ્લા રોજગાર કચેરીઆણંદ અને સરકારી આઈ.ટી.આઈ.સોજીત્રાના સંયુક્ત ઉપક્રમે વિદ્યાનગરની નલીની આર્ટસ કોલેજની સામે આવેલા યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર ખાતે યોજાયેલા રોજગાર ભરતી મેળામાં ૫૦ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી છે.

વિદ્યાનગર ખાતે ટેલિકોલિંગ એક્ઝિક્યુટિવકસ્ટમર રિલેશનશિપ મેનેજરએન્જિનિયરહેલ્પરકસ્ટમર સર્વિસબિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસરએપ્રેન્ટિશિપ મિકેનિક અને ડ્રાફ્ટમેનએપ્રેન્ટિશિપ ફીટર વેલ્ડર અને કોમ્પ્યુટર ઓપરેટરપેકરસેલ્સમેનસ્ટાફ નર્સ અને રિસેપ્શન પર્સન વર્કર અને હેલ્પરએકાઉન્ટન્ટટેકનીશીયનઈન્સ્યોરન્સ એડવાઇઝરએક્ઝિક્યુટિવ એપ્રેન્ટિશિપ ઈલેક્ટ્રિશિયન જેવી ખાલી જગ્યાઓ ભરવા માટે રોજગાર ભરતી મેળો યોજાયો હતોજેમાં વિવિધ કંપનીઓના ૧૨ નોકરીદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ રોજગાર ભરતી મેળામાં ૧૦૬ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતાજે પૈકી ૫૦ ઉમેદવારોની નોકરીદાતાઓ દ્વારા સ્થળ ઉપર જ પ્રાથમિક પસંદગી કરવામાં આવી હોવાનું રોજગાર અધિકારીઆણંદ દ્વારા જણાવાયું છે.

આ પણ વાંચોઃ દીવમાં યોજાયેલી પ્રથમ બીચ ગેમ્સમાં મધ્યપ્રદેશ ચેમ્પિયન બન્યું

Back to top button