ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડશ્રી રામ મંદિર

USમાં ભારતીયોએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પહેલા મેગા કાર રેલી કાઢી

Text To Speech

ન્યૂ જર્સી (અમેરિકા), 14 જાન્યુઆરી: અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અમેરિકામાં વસતા ભારતીયોએ ન્યૂ જર્સીમાં કાર રેલી યોજી હતી. આ રેલીમાં 350થી વધુ કારોએ ભાગ લીધો હતો. આ દરમિયાન હિન્દુ સમુદાયના લોકોએ પોતાની કારમાં ભગવાન રામની તસવીર સાથેના ઝંડા પણ લગાવ્યા હતા. આ સિવાય અમેરિકાની વિશ્વ હિન્દુ પરિષદ (VHP)એ પણ અયોધ્યામાં રામ મંદિરની ‘પ્રાણ પ્રતિષ્ઠા’ પહેલા મ્યુઝિકલ લાઇટ શોનું આયોજન કર્યું હતું.

રામ મંદિરના અભિષેક અંગે અમેરિકામાં ઉત્સાહનો માહોલ

અમેરિકામાં વિશ્વ હિન્દુ પરિષદ સંસ્થાએ પ્રાણ પ્રતિષ્ઠાને લઈને 10 રાજ્યોમાં બિલબોર્ડ લગાવ્યા છે. મળતી માહિતી મુજબ, અત્યાર સુધીમાં 40 બિલબોર્ડ લગાવવામાં આવ્યા છે અને વધુ સ્થળોએ પણ બિલબોર્ડ લગાવવાના છે.હિન્દુ કાઉન્સિલ ઑફ અમેરિકાના જનરલ સેક્રેટરી અમિતાભ મિત્તલે જણાવ્યું હતું કે, આ બિલબોર્ડ્સ એ જણાવવામાં આવી રહ્યું છે કે, જીવનમાં એકવાર થનારા આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે સૌકોઈ ઉત્સાહિત છે. અભિષેક સમારોહના શુભ દિવસની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે.

વિશ્વ હિંદુ પરિષદ, યુએસના સંયુક્ત મહાસચિવ તેજા એ શાહે કહ્યું કે, આ ઐતિહાસિક પ્રસંગની સમગ્ર ન્યૂ જર્સીમાં આતુરતાથી રાહ જોવાઈ રહી છે. એક મહત્વપૂર્ણ પગલામાં મોરેશિયસ સરકારે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના “ઐતિહાસિક” પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ દરમિયાન પૂજા-અર્ચનામાં હાજરી આપવા માટે હિન્દુ ધર્મના કર્મચારીઓને બે કલાકની વિશેષ રજા આપવાનો નિર્ણય કર્યો છે.

16 જાન્યુઆરીથી અયોધ્યામાં કાર્યક્રમો શરૂ થશે

અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ લલ્લાના અભિષેકનો કાર્યક્રમ છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે મોટી સંખ્યામાં લોકો ભાગ લેશે. આ માટે અયોધ્યામાં મોટા પાયે તૈયારીઓ ચાલી રહી છે. મહત્ત્વનું છે કે,પ્રાણ પ્રતિષ્ઠા સંબંધિત કાર્યક્રમો 16 જાન્યુઆરીથી શરૂ થશે.

આ પણ વાંચો: શ્રી રામ મંદિર નિર્માણ પ્રક્રિયાનો આ વીડિયો તમે જોયો?

Back to top button