ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના નેતાઓને ભારત જોડો ન્યાયયાત્રા માટે પહોંચવામાં વિલંબ

દિલ્હી, 14 જાન્યુઆરી : રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી યથાવત છે. હવામાન વિભાગ (IMD) અનુસાર, દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, ચંદીગઢ, હરિયાણા, રાજસ્થાન અને બિહારને આગામી થોડા દિવસોમાં તીવ્ર ઠંડી અને ગાઢ ધુમ્મસથી રાહત મળવાની સંભાવના નથી. આ દરમિયાન રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના નેતાઓ ભારત જોડો ન્યાયયાત્રામાં ભાગ લેવા માટે દિલ્હી એરપોર્ટ પહોંચ્યા હતા. પરંતુ, ધુમ્મસને કારણે ફ્લાઈટ નહીં ઉપડી શકતા રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના નેતાઓને ભારત જોડો ન્યાયયાત્રા માટે ઈમ્ફાલ પહોંચવામાં વિલંબ થયો છે.

કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા આજે મણિપુરથી શરૂ થવાની છે, કોંગ્રેસ આ બીજી ‘ભારત જોડો’ યાત્રા દ્વારા દેશના પૂર્વ અને પશ્ચિમને જોડાવા માંગે છે. આ યાત્રા 67 દિવસ સુધી 15 રાજ્યોના 110 જિલ્લામાં પહોંચ્યા બાદ 20-21 માર્ચે મુંબઈમાં સમાપ્ત થશે.

IMD અનુસાર, આગામી 4-5 દિવસ સુધી સમગ્ર ઉત્તર ભારતમાં ગાઢથી અત્યંત ગાઢ ધુમ્મસ રહેવાની સંભાવના છે. તેમજ, આગામી 4 દિવસ સુધી દેશના ઉત્તર-પશ્ચિમ વિસ્તારોમાં ગંભીર ઠંડીની સ્થિતિ પણ જોવા મળી શકે છે. કડકડતી ઠંડી વચ્ચે દેશની રાજધાની દિલ્હી આજે 14મી જાન્યુઆરીની સવારે ગાઢ ધુમ્મસની ચાદરમાં સંપૂર્ણ પણે ઢંકાઈ ગયું છે. ગાઢ ધુમ્મસને કારણે દિલ્હીના દિલ ઈન્ડિયા ગેટ પર 25 મીટરની વિઝિબિલિટી નોંધાઈ હતી જ્યારે, રાયસીના હિલતો અદ્રશ્ય જ થઈ ગઈ હોય તેવું લાગે છે.

ઠંડી અને ગાઢ ધુમ્મસથી ફ્લાઈટ-ટ્રેન તમામ અસરગ્રસ્ત

હવામાનની આગાહી અનુસાર, 14 થી 16 જાન્યુઆરીની વચ્ચે પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને દિલ્હીના કેટલાક ભાગોમાં સવારે દેશમાં ગાઢથી ખૂબ ગાઢ ધુમ્મસની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કેટલીક જગ્યાઓએ વિઝિબિલિટી એકદમ શૂન્ય નોંધાઈ હતી. જેમાં અમૃતસર, ચંદીગઢ, અંબાલા, ગંગાનગર, પાલમ, સફદરગંજ અને લખનઉનો સમાવેશ છે. તેમજ, 14 થી 16 જાન્યુઆરીની વચ્ચે પશ્ચિમ બંગાળ, ઓડિશા, જમ્મુ વિભાગ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, ઉત્તર મધ્ય પ્રદેશ, આસામ, મેઘાલય, મિઝોરમ અને ત્રિપુરાના કેટલાક ભાગોમાં સવારે ધુમ્મસ રહે તેવી શક્યતા છે.

દેશમાં હવામાનની સ્થિતિ

ગાઢ ધુમ્મસને કારણે દિલ્હીના IGI એરપોર્ટ પરની ફ્લાઈટ્સ પણ પ્રભાવિત થઈ છે. સાથે જ, ધુમ્મસના કારણે બે ડઝનથી વધુ ટ્રેનો પણ સમય કરતાં મોડી દોડી રહી છે. ઠંડીથી બચવા લોકો આગનો સહારો લઈ રહ્યા છે. એક તરફ તાપમાન ગગડી રહ્યું છે તો બીજી તરફ ઠંડીના મોજા વચ્ચે ગાઢ ધુમ્મસના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. દક્ષિણનું રાજ્ય તમિલનાડુ શહેરના મોટાભાગના વિસ્તારો ગાઢ ધુમ્મસથી છવાયેલા છે.

દિલ્હીનું હવામાન

IMD અનુસાર, દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 3 થી 7 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની શક્યતા છે. જ્યારે, મહત્તમ તાપમાન 19 થી 21 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવું જોઈએ. દિલ્હીમાં સતત બે દિવસથી ઠંડીનું મોજુ ફરી વળતાં મુશ્કેલીઓ વધી છે. આ ઉપરાંત આગામી 24 થી 48 કલાક દરમિયાન પશ્ચિમ હિમાલયમાં છૂટોછવાયો વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે.

આ પણ વાંચો : ચીનની મુલાકાત બાદ માલદીવ પ્રમુખના બદલાયા સૂર

Back to top button