ટ્રેન્ડિંગનેશનલવિશેષશ્રી રામ મંદિર

અયોધ્યાના ઘાટ પર 14 લાખ દીવાઓથી બનાવી ભગવાન રામની તસવીર

અયોધ્યા રામ મંદિર, 14 જાન્યુઆરી : 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં સાકેત મહાવિદ્યાલયમાં મોઝેઇક કલાકાર અનિલ કુમાર દ્વારા 14 લાખ દીવાઓનો ઉપયોગ કરીને ભગવાન રામની એક મોટી તસવીર તૈયાર કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીએ ભવ્ય મંદિરના ગર્ભગૃહમાં રામ લલ્લાની મૂર્તિની ઔપચારિક સ્થાપનામાં હાજરી આપશે. રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટેની વૈદિક વિધિ એક સપ્તાહ પહેલા 16 જાન્યુઆરીએથી શરૂ થશે.

આ આર્ટવર્કમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના ફોટોગ્રાફ્સ પણ દર્શાવવામાં આવ્યા છે. આ આકૃતિઓમાં દીવાઓનો ઉપયોગ કરીને ‘જય શ્રી રામ’ લખવામાં આવ્યું છે. શનિવારે સાંજે અયોધ્યા પહોંચેલા કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેએ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ-સાત દિવસમાં બિહારના કલાકારોના જૂથ દ્વારા આ આર્ટવર્ક બનાવવામાં આવ્યું છે. તેમજ, જ્યારે શ્રી રામ 14 વર્ષના વનવાસ પછી પાછા ફર્યા ત્યારે અયોધ્યામાં ભગવાન રામની તેમના ‘પરાક્રમી રૂપ’ની એક પ્રતિમા બનાવવામાં આવી હતી, આ દ્વારા નવા ભારતના યુવાનોને સંદેશ આપવાનો છે કે તેઓ પણ પરાક્રમી બને.

રામ મંદિરના ઉદ્દઘાટનનું જીવંત પ્રસારણ

ભારતીય જનતા પાર્ટી (BJP)એ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની સમગ્ર ભારતમાં બૂથ સ્તરે લાઈવ ટેલિકાસ્ટ કરવાની યોજના જાહેર કરી છે. આ શો ભારતીય સરહદોની બહારના લોકોના હૃદય સ્પર્શવા માટે પણ તૈયાર છે, કારણ કે તે અમેરિકના ન્યુયોર્કમાં પ્રખ્યાત ટાઇમ્સ સ્ક્વેર પરથી પણ જીવંત પ્રસારણ થશે. તેમજ, વૈશ્વિક સ્તરે વિવિધ ભારતીય દૂતાવાસો અને કોન્સ્યુલેટ્સ સાથે- સાથે હજારો મંદિરો પણ આ મહત્વપૂર્ણ પ્રસંગનું પ્રસારણ કરશે.

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે દારૂના વેચાણ પર પ્રતિબંધ

પ્રાણ પ્રતિષ્ઠાને ધ્યાનમાં રાખીને જેમાં ભક્તોની ભારે ભીડની અપેક્ષા છે. તેથી ઘણા રાજ્યોએ 22 જાન્યુઆરીએ ‘ડ્રાય ડે’ રાખવાની જાહેરાત કરી છે. અત્યાર સુધી ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, આસામ અને છત્તીસગઢની સરકારોએ આ જાહેરાત કરી છે. આ પવિત્ર પર્વના દિવસે દારૂના વેચાણ પર પ્રતિબંધ રહેશે. રામ મંદિરમાં ભક્તો માટે વિશ્વ કક્ષાની સુવિધા બનાવવામાં આવી રહી છે, જેમાં દિવ્યાંગો અને વૃદ્ધો માટે રેમ્પ અને લિફ્ટની સુવિધા હશે. આ ઉપરાંત, મંદિર ટ્રસ્ટ પિલગ્રીમ ફેસિલિટેશન સેન્ટર (PFC)નું નિર્માણ કરી રહ્યું છે, જેની ક્ષમતા 25,000 લોકોની હશે. જે ભક્તોને મેડિકલ અને લોકરની સુવિધા પૂરી પાડશે.

આ પણ વાંચો : રામની તપોભૂમિ અને કૃષ્ણ વચ્ચે શું સંબંધ છે, અહીં ભગવાન રામે 12 વર્ષનો વનવાસ વિતાવ્યો હતો?

Back to top button