ટ્રેન્ડિંગમનોરંજન

ઈરા ખાનના ગ્રાન્ડ રિસેપ્શનમાં 2500થી વધુ મહેમાન, નવ પ્રકારના ક્યુઝન

Text To Speech
  • આમિરે તેની પુત્રીના લગ્નના રિસેપ્શન માટે ઈન્ડસ્ટ્રીમાં દરેક વ્યક્તિને આમંત્રણ મોકલ્યું છે. શાહરૂખ ખાનથી લઈને સલમાન ખાન, અંબાણી પરિવાર, કપૂર પરિવાર, ભટ્ટ પરિવાર, દેઓલ પરિવાર એમ દરેક વ્યક્તિને આમંત્રણ મોકલ્યું છે.

મિસ્ટર પરફેક્ટનિસ્ટ આમિર ખાનની લાડલી દીકરીના લગ્ન હોય તો તે પ્રસંગ પણ પરફેક્ટ જ હોવાનો તેમાં કોઈ શંકાને સ્થાન નથી. ઈરા ખાન અને નૂપુર શિખર લગ્નના બંધનમાં બંધાઈ ચૂક્યા છે, પરંતુ હજુ આ સેલિબ્રેશન પુરુ થયું નથી. બંનેએ ઉદયપુરના તાજ અરાવલી રિસોર્ટ એન્ડ સ્પામાં ક્રિશ્ચિન વેડિંગ કર્યુ હતું. પાંચ દિવસ સુધી સતત લગ્નની વિધિઓ ચાલ્યા બાદ હવે આજે તેમનું રિસેપ્શન યોજાવાનું છે. આજનું રિસેપ્શન ખૂબ જ ગ્રાન્ડ હશે. 3 જાન્યુઆરીએ મુંબઈની તાજ લેન્ડ્સ એન્ડમાં તેમણે કોર્ટ મેરેજ કર્યા હતા. ઈરા ખાનના રિસેપ્શનમાં આમિર ખાન કોઈ કમી રહેવા દે તેવું લાગતું નથી.

ઈરા ખાનના ગ્રાન્ડ રિસેપ્શનમાં 2500થી વધુ મહેમાન, પીરસાશે નવ પ્રકારના ક્યુઝન hum dekhenge news

રિસેપ્શનમાં 2500 મહેમાન

આમિરે તેની પુત્રીના લગ્નના રિસેપ્શન માટે ઈન્ડસ્ટ્રીમાં દરેક વ્યક્તિને આમંત્રણ મોકલ્યું છે. શાહરૂખ ખાનથી લઈને સલમાન ખાન, અંબાણી પરિવાર, કપૂર પરિવાર, ભટ્ટ પરિવાર, દેઓલ પરિવાર એમ દરેક વ્યક્તિને આમંત્રણ મોકલ્યું છે. ઈરા અને નુપુરના લગ્નનું રિસેપ્શન અંબાણીના NMACC ગ્રાઉન્ડમાં યોજાશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે લગ્નના રિસેપ્શનમાં 2500થી વધુ લોકો આવવાના છે. મહેમાનો માટે મેનુમાં ખાસ વાનગીઓ રાખવામાં આવી છે. રિસેપ્શનમાં લગભગ 9 પ્રકારના ક્યુઝન્સ હશે. ગુજરાતીથી લઈને લખનવી, મહારાષ્ટ્રીયન ફૂડ આ યાદીમાં સામેલ છે. આમિર ખાને બધાને પોતાની દીકરી અને જમાઈને આશીર્વાદ આપવા માટે આમંત્રણ આપ્યું છે.આમિરે મ્યુઝિક પાર્ટી માટે પણ ઘણી વ્યવસ્થા કરી છે. આમિર એ વાતનું ધ્યાન રાખી રહ્યો છે કે દરેક વ્યક્તિ આ પાર્ટીનો આનંદ ઉઠાવે. આ ઉપરાંત આમિર તેની પુત્રી અને જમાઈ સાથે મીડિયાને પણ મળશે અને ફોટા પણ પડાવશે.

આ પણ વાંચોઃ લગ્નની અફવાઓ વચ્ચે રકુલ પ્રીત અને જેકી ભગનાનીએ રામ મંદિરના મૂર્તિરથના કર્યા દર્શન

Back to top button