લક્ષદ્વીપ જતી ફ્લાઈટ્સની સંખ્યામાં વધારો, માર્ચ સુધીની બધી ટિકિટો બુક !
- એરલાઈન દ્વારા કોચી-અગત્તી-કોચી માટે વધારાની ફ્લાઈટ્સ શરૂ કરવામાં આવી
- આ વધારાની ફ્લાઈટ્સ સપ્તાહમાં બે દિવસ રવિવાર અને બુધવારે થશે ઓપરેટ
નવી દિલ્હી, 13 જાન્યુઆરી : ભારતના અદ્ભુત પર્યટન સ્થળ લક્ષદ્વીપની મુલાકાત લેવી હવે સરળ બની ગઈ છે. ભારત-માલદીવના ચાલી રહેલા વિવાદ વચ્ચે, લક્ષદ્વીપ જતી એકમાત્ર એરલાઇન એલાયન્સ એર દ્વારા વધારાની ફ્લાઇટ્સ શરૂ કરવામાં આવી છે. એલાયન્સ એર દ્વારા આ નિર્ણય લક્ષદ્વીપ જવા ઈચ્છતા મુસાફરોની સંખ્યામાં ભારે વધારા થયા બાદ લીધો છે. એલાયન્સ એર એકમાત્ર એરલાઇન છે જે લક્ષદ્વીપમાં ઓપરેટ કરે છે. આ એરલાઈને કોચી-અગત્તી-કોચી માટે વધારાની ફ્લાઈટ્સ શરૂ કરી છે. એલાયન્સ એરના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, વધારાની ફ્લાઈટ્સ સપ્તાહમાં બે દિવસ રવિવાર અને બુધવારે ઓપરેટ થશે.
Alliance Air starts additional flights to Lakshadweep
Read @ANI Story | https://t.co/aSmtQxBpXE#AllianceAir #Lakshadweep #India pic.twitter.com/Fe8bPGcwx7
— ANI Digital (@ani_digital) January 13, 2024
માર્ચ સુધી ટિકિટો થઈ ગઈ બુક
એલાયન્સ એરએ કેરળમાં કોચી અને અગત્તી ટાપુ વચ્ચે ફ્લાઈટ ચલાવે છે. આ લક્ષદ્વીપ નજીકનું પ્રાદેશિક એરપોર્ટ છે. આ એરલાઇન આઇસલેન્ડ માટે દરરોજ 70 સીટનું એરક્રાફ્ટ ચલાવે છે. આ વિમાન સંપૂર્ણ ક્ષમતાથી ચાલે છે અને માર્ચ સુધીની તમામ ટિકિટો વેચાઈ ગઈ હોવાની એરલાઇનના એક અધિકારીએ જાણકારી આપી છે. અધિકારીએ કહ્યું, ‘અમને સોશિયલ મીડિયા અને ફોન પર ટિકિટ માટે ઘણી પૂછપરછ થઈ રહી છે. ટિકિટોની આટલી મોટી માંગને ધ્યાનમાં રાખીને આ રૂટ પર વધારાની ફ્લાઈટનો સમાવેશ કરવામાં આવ્યો છે. જરૂર પડશે તો વધુ ફ્લાઈટ્સ પણ મૂકવામાં આવશે.
લક્ષદ્વીપ માટે સ્પાઈસ જેટ પણ શરૂ કરશે ફ્લાઈટ
તાજેતરમાં, કંપનીની AGMમાં, સ્પાઇસજેટના સીઇઓ અજય સિંહે કહ્યું હતું કે, એરલાઇન પાસે લક્ષદ્વીપ માટે પ્રાદેશિક કનેક્ટિવિટી સ્કીમ (RCS) હેઠળ વિશેષ અધિકારો છે અને તેઓ ટૂંક સમયમાં લક્ષદ્વીપ માટે ફ્લાઇટ્સ શરૂ કરશે. ટ્રાવેલ પોર્ટલ જણાવે છે કે, તેમને લક્ષદ્વીપ માટે રેકોર્ડ બ્રેક સંખ્યામાં પૂછપરછ મળી રહી છે.
આ ભારત-માલદીવ વચ્ચેનો વિવાદ શું છે?
માલદીવના નવા પ્રમુખની ભારતથી દૂરી અને ચીન સાથેની મિત્રતા વચ્ચે પીએમ મોદીએ લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી. તેમણે લક્ષદ્વીપમાં પ્રવાસન વધારવા પર ભાર મૂક્યો હતો. PMની લક્ષદ્વીપની મુલાકાત પર માલદીવના કેટલાક નેતાઓએ અભદ્ર ટિપ્પણીઓ કરી હતી. આ પછી બૉયકોટ માલદીવ અને લેટ્સ લક્ષદ્વીપ ટ્રેન્ડ થવા લાગ્યા. જે બાદ મોટી સંખ્યામાં ભારતીયોએ તેમની માલદીવની ફ્લાઈટ અને હોટેલ બુકિંગ કેન્સલ કરાવ્યા છે.
આ પણ જુઓ :લક્ષદ્વીપ બનશે ભારતનું મુખ્ય પ્રવાસન સ્થળ, સરકાર આ વસ્તુઓ બનાવવાની કરી રહી છે તૈયારી