ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

94 Not Out ! વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ‘દાદી’નો ડંકો

Text To Speech

વાત એક એવી ઉંમરની મહિલાની જેણે એક એવું કામ કરી બતાવ્યું છે જે કરવું કદાચ નાની ઉંમરના લોકો માટે પણ સપના સમાન હોય. વાત છે 94 વર્ષીય એક મહિલાની. જેમણે આ ઉંમરે વિશ્વભરમાં વગાડ્યો છે ભારતના નામનો ડંકો અને બન્યા છે નાની બાળકીઓ, યુવતીઓથી લઈ દરેક મહિલા માટે ઉદાહરણ.

94 વર્ષના ભગવાની દેવીએ વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં એક ગોલ્ડ મેડલ અને બે બ્રોન્ઝ મેડલ જીત્યા છે. 94 વર્ષની વયે આ પરાક્રમ કરીને ભગવાની દરેક માટે પ્રેરણાસ્ત્રોત બની ગયા છે. તેમણે સાબિત કર્યું કે, ઉંમર માત્ર એક સંખ્યા છે. જો વ્યક્તિમાં કંઈપણ કરવાની ઈચ્છા શક્તિ હોય તો તે ચોક્કસપણે સફળ થાય છે. હરિયાણાનાં ભગવાનની દેવીએ 100 મીટર સ્પ્રિન્ટ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.

ભગવાનની દેવીએ ફિનલેન્ડના ટેમ્પેરમાં આયોજીત 100 મીટર સ્પ્રિન્ટની સ્પર્ધામાં માત્ર 24.74 સેકન્ડમાં રમત પુરી કરી ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે તેમણે ગોળા ફેંકની સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. રમતગમત મંત્રાલયે ભગવાની દેવીને તેમની શાનદાર જીત બદલ અભિનંદન પાઠવ્યા છે. મંત્રાલયે તેમની તસવીર સાથે અભિનંદન સંદેશ લખ્યો છે.

રમતગમત મંત્રાલયે ટ્વિટમાં લખ્યું કે, “ભારતના 94 વર્ષીય ભગવાની દેવીએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ઉંમર કોઈ અવરોધ નથી! તેમણે ટેમ્પેરમાં #WorldMastersAthleticsChampionships માં 24.74 સેકન્ડના સમયમાં 100 મીટરની સ્પ્રિન્ટ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સાથે તેમણે ગોળા ફેંકમાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

Back to top button