અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલશ્રી રામ મંદિર

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લેનારા મહેમાનોને મળશે આ ખાસ ભેટ, જાણો શું છે?

  • પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લેનારા મહેમાનો રામ જન્મભૂમિની પવિત્ર માટી સાથે પરત ફરશે
  • PM મોદીને શણની થેલીમાં પેક રામ મંદિરનો 15 મીટરનો ફોટો રજૂ કરવામાં આવશે

અયોધ્યા (UP), 13 જાન્યુઆરી : અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરના પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. 22 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં ભવ્ય કાર્યક્રમ યોજાનાર છે. જેમાં 11 હજારથી વધુ મહેમાનો હાજરી આપે તેવી શક્યતા છે. અહેવાલ મુજબ, કાર્યક્રમમાં આમંત્રિત લોકોને મંદિર પરિસરની માટી ભેટ તરીકે આપવામાં આવશે તેમજ પીએમ મોદીને 15 ફૂટ ઊંચા રામ મંદિરની તસવીર આપવામાં આવશે. ફાઉન્ડેશનના ખોદકામ દરમિયાન બહાર કાઢવામાં આવેલી રામજન્મભૂમિની માટીને બોક્સમાં પેક કરીને 22 જાન્યુઆરીએ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લેનારા મહેમાનોને આપવામાં આવશે. મંદિર ટ્રસ્ટે શુક્રવારે આ માહિતી આપી હતી.

 

 

પીએમ મોદી 15 ફૂટ ઊંચા રામ મંદિરની તસવીર ગિફ્ટ

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના એક સભ્યએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શણની થેલીમાં પેક રામ મંદિરનો 15 મીટરનો ફોટો રજૂ કરવામાં આવશે. વધુમાં જણાવ્યું કે, પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં 11,000થી વધુ મહેમાનો અને આમંત્રિતોને યાદગાર ભેટ આપવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. રામ જન્મભૂમિની માટી ઉપરાંત દેશી ઘીમાંથી બનેલા 100 ગ્રામ મોતીચૂર લાડુ પણ મહેમાનોને પ્રસાદ તરીકે આપવામાં આવશે.

મહેમાનોને સ્પેશિયલ મોતીચૂર લાડુ પણ ભેટમાં આપવામાં આવશે

પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં આવનારા રામ ભક્તોને દેવરાહ બાબા દ્વારા મોતીચૂર લાડુનો પ્રસાદ વહેંચવામાં આવશે. લાડુનો પ્રસાદ તૈયાર કરીને ટિફિનમાં પેક કરવામાં આવી રહ્યો છે. જેને લઈને દેવરાહ બાબાના શિષ્યએ કહ્યું કે, ‘આ શુદ્ધ દેશી ઘીથી બનેલા લાડુ છે, જેમાં પાણીનું એક ટીપું પણ વાપરવામાં આવ્યું નથી. તે 6 મહિના સુધી બગડે નહીં.”

44 ક્વિન્ટલ લાડુ ચઢાવવામાં આવશે

સૌથી પહેલા ભગવાન રામલલ્લાને ચાંદીની થાળીમાં અર્પણ કરવામાં આવશે. આ પ્રસાદ ભોગ પછી આવનાર VIPને આપવામાં આવશે. દર્શન માટે આવનારા રામ ભક્તોને પણ પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. દેવરાહ બાબાની પ્રેરણાથી 1 હજાર 111 મણ લાડુ ચઢાવવામાં આવશે. રામલલ્લાને 44 ક્વિન્ટલ લાડુ ચડાવવામાં આવશે.

આ પણ જુઓ :શું છે પ્રાણ પ્રતિષ્ઠા? કેવી રીતે થાય છે સંપન્ન? જાણો તેના વિશે બધું જ

Back to top button