ગુજરાત

ગીર સોમનાથ : વેરાવળમાં જમવાની લાલચ આપી સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

Text To Speech
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં રેલવે સ્ટેશન પાસે ખાવાનું માંગતા સગીરને જમવાનું આપવાની લાલચ આપી અવાવરૂ જગ્યાએ લઈ જઈ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હતું જે ઘટના સામે આવતા પોલીસે ગણતરીની કલાકોમાં હેવાનને ઝડપી પાડ્યો હતો.
સગીરને મોટર સાયકલમાં બેસાડી અપહરણ કરી બંદર વિસ્તારમાં લઇ ગયો
મળતી માહિતી મુજબ, ગત શુક્રવારે રાત્રીના એક 13 વર્ષનો સગીર વયનો દીકરો વેરાવળ રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ રેંકડીઓ પાસે જમવાનું માંગતો હતો. તે સમયે આરોપી દિલીપ ઉર્ફે દુલીયો બાબુભાઇ ચૌહાણ ત્યાં આવી જમવાનું આપવાનું કહી લલચાવી ફોસલાવી તેની મોટર સાયકલમાં બેસાડી અપહરણ કરી બંદર વિસ્તારમાં લઇ ગયો હતો. જ્યાં અવાવરૂ સ્થળે સગીર સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું અધમ કૃત્ય કરેલ હતુ. આ ગંભીર ઘટના અંગે પોલીસમાં ફરિયાદ નોંધી હતી. આ ગંભીર ગુના સંદર્ભે આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરેલ હતા.
પોકેટકોપ અને નેત્રમ સીસીટીવીની મદદ મેળવી આરોપીની વિગત મેળવી દબોચી લેવાયો
દરમ્યાન સર્વેલન્સ સ્કવોડની ટીમ દ્વારા પોકેટકોપ અને નેત્રમ સીસીટીવી કંટ્રોલની મદદ મેળવી ગણતરીના કલાકોમાં જ આરોપીની વિગત મેળવી દબોચી લેવાયો હતો. હાલ તો પોલીસે આરોપી દિલીપ ઉર્ફે દુલીયો ચૌહાણ વિરુદ્ધ આઇ.પી.સી. કલમ- 363, 323, 377, 506 (2) તથા જાતિય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતા અધિનિયમ – 2012 ની કલમ- 4, 6 મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રીઢો ગુનેગાર અગાઉ પોક્સોના ગુન્હામાં ઝડપાયેલ હતો 
ઉલ્લેખનીય છે કે, જઘન્ય કૃત્ય આચરનાર આરોપી દિલીપ ઉર્ફે દુલીયો રીઢો ગુનેગાર હોય અને અગાઉ પોક્સોના ગુન્હામાં ઝડપાયેલ હતો. જેની કોર્ટમાં ટ્રાયલ ચાલી રહી છે. આ ઉપરાંત વેરાવળ શહેરમાં વાહન ચોરીના 4 તેમજ જૂનાગઢના 1 ગુનાનો આરોપી છે. આ ઉપરાંત દારૂ સહિતના ગંભીર ગુનાનો આરોપી છે. તેમજ આજે નોંધાયેલ ગુન્હામાં પણ ચોરીનું મોટરસાયકલનો ઉપયોગ કરી હોવાનું સામે આવ્યું છે.
Back to top button