ટ્રેન્ડિંગધર્મલાઈફસ્ટાઈલ

 મકરસંક્રાંતિ કેમ તારીખ પ્રમાણે ઉજવાય છે? કયા દાનનું શું છે મહત્ત્વ?

  • મકરસંક્રાંતિ એટલે કે સૂર્યનો ધનરાશિથી મકરરાશિમાં પ્રવેશનો સંક્રમણકાળ. આમ તો ભારતમાં તમામ હિન્દુ તહેવારો ચંદ્રની કળા પર આધારિત હોય છે, એટલા માટે હિન્દુ તહેવારોની અંગ્રેજી તારીખ બદલાતી રહે છે.

મકરસંક્રાંતિ એક એવો તહેવાર છે જે દેશના અલગ-અલગ રાજ્યોમાં અલગ અલગ નામ સાથે અને અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. ઉત્તર ભારતમાં તેને મકરસંક્રાંતિ કહે છે, તમિલનાડુમાં પોંગલ અને ગુજરાતમાં તે ઉત્તરાયણના નામે ઓળખાય છે. જ્યારે આસામને તેને ભોગાલી બિહુ કહે છે, કર્ણાટકમાં મકર સંક્રમણ અને જમ્મુ-કાશ્મીરમાં મકરસંક્રાંતિને શિશુર સેંક્રાંત જ્યારે હરિયાણાસ હિમાચલ પ્રદેશ અને પંજાબમાં તેને માઘીના નામે ઓળખવામાં આવે છે.

મકરસંક્રાંતિ એટલે કે સૂર્યનો ધનરાશિથી મકરરાશિમાં પ્રવેશનો સંક્રમણકાળ. આમ તો ભારતમાં તમામ હિન્દુ તહેવારો ચંદ્રની કળા પર આધારિત હોય છે, એટલા માટે હિન્દુ તહેવારોની અંગ્રેજી તારીખ બદલાતી રહે છે. હાલના સમયમાં જે કેલેન્ડરનો ઉપયોગ થાય છે તેને ગ્રેગોરિયન કેલેન્ડર કહેવાય છે, જે સોલર કેલેન્ડર છે, એટલે કે સૂર્ય પર આધારિત કેલેન્ડર છે. પરંતુ મકરસંક્રાંતિ એક જ એવો તહેવાર છે જે તારીખ અનુસાર ઉજવવામાં આવે છે.

હિન્દુ તહેવાર હોવા છતાં મકરસંક્રાંતિ કેમ તારીખ પ્રમાણે ઉજવાય છે? hum dekhenge news

 

ઉત્તરાયણ માટેની તારીખ 14-15 જાન્યુઆરી જ શા માટે?

મકરસંક્રાંતિ પૃથ્વી અને સૂર્યની સ્થિતિની સરખામણીના આધારે ઊજવવામાં આવે છે. જેના માટે કોઈ પણ તિથિ કે ચંદ્રની કળા જોવામાં આવતી નથી. જેથી ચંદ્ર, પૃથ્વી અને સૂર્યની સ્થિતિમાં નિશ્ચિત સ્વરૂપે થોડા ફેરફાર હોય છે, તેથી મકરસંક્રાંતિ ક્યારેક 14 જાન્યુઆરી, તો ક્યારેક 15 જાન્યુઆરીના રોજ હોય છે. પણ સૂર્યની મુખ્ય ભૂમિકા હોવાને લીધે અંગ્રેજી તારીખ બદલાતી નથી. આ માટે જ ઉત્તરાણ એક એવો તહેવાર છે જે હિન્દુ તિથિ અનુસાર નહીં પણ તારીખ અનુસાર ઉજવવામાં આવે છે.

એવું પણ માનવામાં આવે છે કે મકરસંક્રાંતિ બાદ દિવસો લાંબા થતા જાય છે અને રાતો ટૂંકી. આ વાત ટેકનિકલી સાચી છે, કેમ કે ઉત્તર ગોળાર્ધમાં 14-15 જાન્યુઆરી બાદ સૂર્યાસ્તનો સમય ધીમે ધીમે આગળ વધતો જાય છે. પછી આવે છે 20 માર્ચની તારીખ. તેને ઇક્વિનૉક્સ કહેવાય છે, ત્યારે દિવસ અને રાત બંને સરખા હોય છે. એનો મતલબ કે સૂર્ય ઉત્તરી ગોળાર્ધમાં લગભગ વચ્ચોવચ છે.

સૂર્યાસ્તનો સમય ધીમેધીમે આગળ વધવાનો મતલબ છે કે ઠંડી ઓછી થશે અને ગરમી વધશે, કેમ કે સૂર્ય ઉત્તરી ગોળાર્ધમાં વધુ સમય સુધી રહેશે. મકરસંક્રાંતિને ઉત્તરાયણ કહેવા પાછળનું કારણ એ છે કે સૂરજ દક્ષિણી ગોળાર્ધથી ઉત્તર ગોળાર્ધ તરફ આવવા લાગે છે. આ પ્રક્રિયા સમર સોલિસ્ટિસના દિવસે પૂરી થાય છે, જે દિવસ સૌથી લાંબો દિવસ હોય છે, તે છે 21 જૂન. આ કારણે જ આ દિવસની યોગ દિવસ તરીકે પસંદગી કરવામાં આવી છે.

હિન્દુ તહેવાર હોવા છતાં મકરસંક્રાંતિ કેમ તારીખ પ્રમાણે ઉજવાય છે? hum dekhenge news

મકરસંક્રાંતિએ કઇ વસ્તુઓનું દાન કરવાથી શું ફાયદો થાય છે?

મકરસંક્રાંતિએ દાન-ધર્મનું ખૂબ મહત્ત્વ છે. આ દિવસે દાન કરવાથી તેનું સો ગણું પુણ્ય મળે છે તેવું કહેવાય છે. જાણો કઈ વસ્તુનું દાન કરવાથી શું ફાયદો થાય છે?

  • તલઃ મકરસંક્રાંતિના દિવસે તલનું દાન કરવાનું શુભ મનાયુ છે. તલનું દાન કરવાથી શનિ દેવ પ્રસન્ન થાય છે.
  • ખીચડીઃ મકરસંક્રાંતિના દિવસે ખીચડીનું દાન કરવાનું એટલું જ શુભ માનવામાં આવે છે, જેટલુ ખીચડી ખાવાનું.
  • ગોળઃ આ દિવસે ગોળનું દાન કરવું શુભ માનવામાં આવે છે. ગોળનું દાન કરવાથી સુર્યદેવની કૃપા પ્રાપ્ત થાય છે.
  • તેલઃ આ દિવસે તેલનું દાન કરવાનું શુભ માનવામાં આવે છે. આમ કરવાથી શનિદેવના આશીર્વાદ મળે છે.
  • અનાજઃ મકરસંક્રાંતિના દિવસે પાંચ પ્રકારના અનાજનું દાન કરવાથી દરેક પ્રકારની મનોકામના પુર્ણ થાય છે.
  • રેવડીઃ મકરસંક્રાંતિના દિવસે રેવડીનું દાન કરવાનું પણ શુભ માનવામાં આવે છે.
  • બ્લેન્કેટઃઆ દિવસે બ્લેન્કેટનું દાન કરવાથી રાહુ અને શનિ શાંત થાય છે.

આ પણ વાંચોઃ મકરસંક્રાંતિ પર ખવાતી વાનગી ખીચડાનો ગ્રહો સાથે છે સંબંધઃ શું છે દાનનું મહત્ત્વ?

Back to top button