ટ્રેન્ડિંગધર્મશ્રી રામ મંદિર

શું છે પ્રાણ પ્રતિષ્ઠા? કેવી રીતે થાય છે સંપન્ન? જાણો તેના વિશે બધું જ

  • પ્રાણ પ્રતિષ્ઠા શબ્દનો શાબ્દિક અર્થ તો એ છે કે પ્રતિમામાં પ્રાણની સ્થાપના કરવી, પરંતુ આ અનુષ્ઠાનનું ધાર્મિક મહત્ત્વ તેના અર્થ કરતાં વધુ છે. આવા સંજોગોમાં એ સવાલ થાય કે આખરે પ્રાણ પ્રતિષ્ઠા શું છે

અયોધ્યા, 12 જાન્યુઆરીઃ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં નવ નિર્મિત ભવ્ય રામ મંદિરમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. તેની તૈયારી અત્યારે આખા દેશમાં ધામધૂમપૂર્વક ચાલી રહી છે. વડાપ્રધાન સ્વયં તે કાર્યક્રમમાં સામેલ થશે. આ સમારંભની દેશ-વિદેશમાં ધૂમ છે. પ્રાણ પ્રતિષ્ઠા શબ્દનો શાબ્દિક અર્થ તો એ છે કે પ્રતિમામાં પ્રાણની સ્થાપના કરવી, પરંતુ આ અનુષ્ઠાનનું ધાર્મિક મહત્ત્વ તેના અર્થ કરતાં વધુ છે. આવા સંજોગોમાં એ સવાલ થાય કે આખરે પ્રાણ પ્રતિષ્ઠા શું છે અને તેની સાથે જોડાયેલી વિધિ શું છે?

શું છે પ્રાણ પ્રતિષ્ઠા?

હિંદુ ધર્મ પરંપરામાં પ્રાણ પ્રતિષ્ઠા એક પવિત્ર અનુષ્ઠાન છે, જે કોઈ મૂર્તિ કે પ્રતિમામાં તે દેવતા કે દેવીનું આહ્વાન કરીને તેને પવિત્ર બનાવવા માટે કરવામાં આવે છે. પ્રાણ શબ્દનો અર્થ છે જીવન. જ્યારે પ્રતિષ્ઠાનો અર્થ છે સ્થાપના. આવા સંજોગોમાં પ્રાણ પ્રતિષ્ઠાનો અર્થ છે પ્રાણ શક્તિની સ્થાપના અથવા દેવી-દેવતાને જીવંત સ્થાપિત કરવા. ભવ્ય રામ મંદિરમાં પણ રામ લલાની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.

શું છે પ્રાણ પ્રતિષ્ઠા? કેવી રીતે થાય છે સંપન્ન? જાણો તેના વિશે બધું જ hum dekhenge news

શાસ્ત્રો અને ધર્માચાર્યો અનુસાર જ્યારે કોઈ મૂર્તિમાં એક વખત પ્રાણ પ્રતિષ્ઠા થાય છે, ત્યારે તે પ્રતિમા એક દેવતાના રૂપમાં બદલાઈ જાય છે. તે દેવતા કોઈ પણ ઉપાસકની પ્રાર્થના સ્વીકાર કરી શકે છે અને પોતાનું વરદાન આપી શકે છે. સામાન્ય રીતે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થાય છે ત્યારે એ પ્રક્રિયા સાથે મંત્રોનો જાપ, અનુષ્ઠાન અને અન્ય ધાર્મિક પ્રક્રિયાઓ અપનાવવામાં આવે છે. પ્રાણ પ્રતિષ્ઠાની પ્રક્રિયાનો ઉલ્લેખ વેદોમાં કરાયો છે. વિવિધ પુરાણો જેમ કે મત્સ્ય પુરાણ, વામન પુરાણ, નારદ પુરાણ વગેરેમાં તેનું વિસ્તારપૂર્વક વર્ણન પણ છે.

પ્રાણ પ્રતિષ્ઠા પહેલાની વિધિ શું હોય છે?

કોઈ પણ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા અનેક રીતિ રિવાજોનું પાલન કરવું પડે છે. ધર્માચાર્યો અનુસાર તેમાં કેટલા તબક્કા રહેશે તે સમારંભની ભવ્યતા અને દિવ્યતા પર નિર્ભર કરે છે. રામ મંદિર માટે મંદિર ટ્રસ્ટ-શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે કહ્યું કે પ્રાણ પ્રતિષ્ઠા પહેલા સાત દિવસનું અનુષ્ઠાન હશે. આ સાત દિવસીય અનુષ્ઠાન 16 જાન્યુઆરીથી શરૂ થશે. સૌથી પહેલાં અભિષેક સમારંભ હશે. સાત દિવસના અનુષ્ઠાનમાં પહેલા દિવસે પૂજારી સરયૂ નદીના તટને સ્પર્શીને વિષ્ણુ પૂજા શરૂ કરશે અને ગૌદાનનું આયોજન કરશે.

ત્યારબાદ અયોધ્યામાં શોભાયાત્રા કાઢવામાં આવશે. આગલા દિવસે નવ ગ્રહ શાંતિ હવન કરવામાં આવશે. તે નવ ગ્રહોને પ્રસન્ન કરવા માટે કરવામાં આવે છે. ત્યારબાદ 20 જાન્યુઆરીએ મંદિરના ગર્ભગૃહને સરયૂ નદીના નીરથી ધોવામાં આવશે. પછી રામલલ્લાનું સિંહાસન ધોવામાં આવશે.

શું છે પ્રાણ પ્રતિષ્ઠા? કેવી રીતે થાય છે સંપન્ન? જાણો તેના વિશે બધું જ hum dekhenge news

શું છે અધિવાસ વિધિ?

પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં અનેક અઘિવાસનું આયોજન કરવામાં આવે છે. તેમાં મૂર્તિને વિવિધ સામગ્રીમાં ડૂબાડવામાં આવે છે. તેને પહેલાં અનાજમાં ડૂબાડવામાં આવે છે, તેને ધન્યધિવાસ કહેવાય છે. ત્યારબાદ મૂર્તિને આખી રાત પાણીમાં રખાય છે, તેને જલાધિવાસ કહેવાય છે. આ બધી વિધિ એ જાણવા હોય છે કે મૂર્તિમાં કોઈ દોષ તો નથી ને?

સ્નાન અનુષ્ઠાન

મૂર્તિને અલગ અલગ સામગ્રીઓથી સ્નાન અભિષેક કરાવવામાં આવે છે. આ સંસ્કારમાં 108 પ્રકારની સામગ્રીઓ સામેલ કરવામાં આવે છે, જેમાં પંચામૃત, સુગંધિત ફુલ, પાંદડાના રસ, શેરડીનો રસ વગેરે સામેલ છે.

આ પણ વાંચોઃ અયોધ્યા: રામલલા પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં 21,000 પૂજારી કરશે ‘રામ નામ’ મહાયજ્ઞ

Back to top button