ટ્રાવેલટ્રેન્ડિંગનેશનલહેલ્થ

વંદેભારત ટ્રેનમાં ભોજનની ફરિયાદો યથાવત્, કોન્ટ્રેક્ટર પર IRCTCએ લગાવ્યો દંડ

  • વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં ખરાબ ભોજન આપ્યાનો વીડિયો થયો વાયરલ
  • વીડિયોમાં મુસાફરો સ્ટાફને ભોજન પરલ લેવાનું કહેતા જોવા મળ્યા

નવી દિલ્હી, 12 જાન્યુઆરી: પ્રીમિયમ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરોને બગડેલું ભોજન (વાસી) પીરસવામાં આવતા હોવાનો વીડિયો પ્રકાશમાં આવ્યો છે. વીડિયોમાં મુસાફરો ખરાબ ભોજનની ફરિયાદ કરી રહ્યા છે. જ્યારે આ વીડિયો વાયરલ થયો ત્યારે ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન એટલે કે IRCTC પણ ગુસ્સે થઈ ગયું અને સર્વિસ પ્રોવાઈડર (કોન્ટ્રેક્ટર) પર 25,000 રૂપિયાનો દંડ લગાવ્યો. આ વીડિયોમાં મુસાફરો સ્ટાફને ખાવાનું પાછું લેવાનું કહેતા જોવા મળે છે. વેન્ડર સ્ટાફ પણ પ્લેટ પાછી લેતા જોવા મળે છે.

એક મુસાફરે ‘X’ પર ફરિયાદ કરી

થોડા દિવસો પહેલા આકાશ કેશરી નામના યુઝરે આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કર્યો હતો. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને ટેગ કરતા પેસેન્જરે પોતાની પોસ્ટમાં લખ્યું- ‘સર, હું ટ્રેન નંબર 22416 દ્વારા નવી દિલ્હીથી બનારસ જઈ રહ્યો હતો. આ ટ્રેનમાં અમને જે ભોજન પીરસવામાં આવ્યું હતું તેમાંથી ખૂબ જ દુર્ગંધ આવતી હતી. ખોરાકની ગુણવત્તા પણ ખૂબ જ ખરાબ હતી. મહેરબાની કરીને મારા બધા પૈસા પાછા આપો. આ વિક્રેતાઓ વંદે ભારત બ્રાન્ડ નામને કલંકિત કરી રહ્યા છે.’

 

IRCT એ જવાબ આપ્યો

પેસેન્જરની આ ફરિયાદ પર IRCTCએ પણ પોસ્ટ પર જવાબ આપ્યો અને કહ્યું કે અમે તમને ટ્રેનમાં થયેલા ખરાબ અનુભનને કારણે દિલગીર છીએ. આ બાબતને ગંભીરતાથી લેવામાં આવી છે. સેવા પ્રદાતા (કોન્ટ્રેક્ટર) પર યોગ્ય દંડ લગાવવામાં આવ્યો છે. આ ઉપરાંત જવાબદાર સર્વિસ પ્રોવાઈડર કર્મચારીઓને હટાવી લાઇસન્સ ધારકોને યોગ્ય સૂચનાઓ આપવામાં આવી છે.

 

ઑન-બોર્ડ સેવાઓનું મોનિટરિંગ વધુ મજબૂત કરવામાં આવ્યું છે. જો કે, આ પછી લોકોએ X પર ઘણી જુદી જુદી પ્રતિક્રિયાઓ આપી. કેટલાકે પ્રશ્ન કર્યો કે શા માટે રેલવે જવાબદાર નથી. લોકોએ ખાણી-પીણીની ગુણવત્તા પર અનેક સવાલો ઉઠાવ્યા હતા.

આ પણ વાંચો: કાશ્મીરના અનંતનાગનો ડિફરન્ટલી એબલ્ડ ક્રિકેટર બધા માટે પ્રેરણારૂપ, જુઓ વીડિયો

Back to top button