ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત: અમદાવાદે સફાઈ માટે રૂ. 900 કરોડનો ખર્ચ કર્યો, તો પણ ટોપ 10માં નહિ

Text To Speech
  • અમદાવાદનો સ્વચ્છ સર્વેક્ષણમાં 1થી 10 ક્રમમાં પણ સમાવેશ થયો નથી
  • સુરત શહેર સ્વચ્છ સર્વેક્ષણ માટેનો ઈન્દોર સાથે પ્રથમ ક્રમે
  • ગત વર્ષે 40 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની યાદીમાં અમદાવાદને 18મું સ્થાન મળ્યું

અમદાવાદે સફાઈ માટે રૂ. 900 કરોડનો ખર્ચ કર્યો, તો પણ ટોપ 10માં નહિ. 1 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની શ્રેણીમાં અમદાવાદને 15મો ક્રમ છે. જેમાં 40 લાખથી વધુ વસ્તીની કેટેગરીનો એવોર્ડ રખાયો ન હોવાનો મ્યુનિ.નો પાંગળો બચાવ છે. તેમાં તમામ શહેરોનું નેશનલ લેવલે જ રેન્કીંગ કરવામાં આવેલ છે. સ્વચ્છ ભારત મિશન’ અંતર્ગત AMCને 1 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં નેશનલ લેવલે સ્વચ્છ સર્વેક્ષણમાં 15મો ક્રમ મળ્યો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદની શકયતા નહિવત, જાણો ઉતરાયણ પર્વ પર કેવો રહેશે પવન 

અમદાવાદથી ઘણાં નાના સુરત શહેર સ્વચ્છ સર્વેક્ષણ માટેનો ઈન્દોર સાથે પ્રથમ ક્રમે

AMC દ્વારા વર્ષે દહાડે સ્વચ્છતા, સફાઈ કામગીરી પાછળ અંદાજે રૂ. 900 કરોડ જેટલો ખર્ચ કરવામાં આવતો હોવા છતાં અમદાવાદ નેશનલ સ્તરે સ્વચ્છ સર્વેક્ષણમાં ટોપ 10 શહેરોમાં સ્થાન મેળવવાથી વંચિત રહેવાનો વારો આવ્યો છે. વસ્તી અને વિસ્તારની દ્રષ્ટિએ અમદાવાદથી ઘણાં નાના સુરત શહેર સ્વચ્છ સર્વેક્ષણ માટેનો ઈન્દોર સાથે પ્રથમ ક્રમે આવ્યું છે. જ્યારે અમદાવાદનો સ્વચ્છ સર્વેક્ષણમાં 1થી 10 ક્રમમાં પણ સમાવેશ થયો નથી. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે 40 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની યાદીમાં અમદાવાદને 18મું સ્થાન મળ્યું હતું.

અમદાવાદમાં મોટાભાગે મુખ્ય રસ્તાઓ પર સફાઈ કામગીરી જોવા મળે છે

AMC અધિકારીઓ અને શાસકોએ પાંગળો બચાવ કરતાં જણાવ્યું છે કે, 2024ના વર્ષમાં 10 લાખ અને 40 લાખની વસ્તી ધરાવતા શહેરોની કેટેગરી રાખવામાં આવી ન હોવાથી અને તમામ શહેરોનું નેશનલ લેવલે જ રેન્કીંગ કરવામાં આવેલ હોવાથી અમદાવાદને સ્વચ્છ સર્વેક્ષણ શહેરોની યાદીમાં 15મો ક્રમ મળ્યો છે. અમદાવાદના પીરાણા ખાતે ખડકાયેલો કચરાના ડુંગરને કારણે અમદાવાદને સ્વચ્છ સર્વેક્ષણ શહેરોની યાદીમાં સ્થાન મળ્યું નથી. અમદાવાદમાં મોટાભાગે મુખ્ય રસ્તાઓ પર સફાઈ કામગીરી જોવા મળે છે તેમજ રાત્રિ સફાઈ કામગીરી થતી નથી.

Back to top button