ટોપ ન્યૂઝનેશનલ

NIAના દેશભરમાં 32 સ્થળોએ દરોડા, અનેક દસ્તાવેજો કબ્જે

Text To Speech

નવી દિલ્હી, 11 જાન્યુઆરી : નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી આતંકવાદી અને ગેંગસ્ટર ઓપરેટિવ્સ સામે એક્શન મોડમાં છે. NIAની અનેક ટીમોએ ગુરુવારે પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને ચંદીગઢ સહિત 32 સ્થળોએ દરોડા પાડ્યા હતા. NIAની ટીમે દરોડા દરમિયાન બે પિસ્તોલ, બે મેગેઝીન, દારૂગોળો અને રૂ. 4.60 લાખની રોકડ જપ્ત કરી હતી. આ સિવાય કેટલાક દસ્તાવેજો અને ડિજિટલ ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા છે. NIAની ટીમે ત્રણ કેસમાં આ દરોડા પાડ્યા છે.

પંજાબમાં ગેંગસ્ટર હેરી મૌડના ઘરે દરોડા

NIAએ પંજાબના ભટિંડામાં ગેંગસ્ટર હેરી મૌડના ઘરે દરોડા પાડ્યા હતા. ગેંગસ્ટર હેરીએ તેના સાગરિતો સાથે મળીને લહારા મોહબ્બત ગામમાં બેવડી હત્યા કરી હતી. આ ગેંગસ્ટરને લગભગ એક મહિના પહેલા દિલ્હી પોલીસે પકડ્યો હતો. આ પછી NIAની ટીમ માડી ગામ પહોંચી. જ્યાં ટીમે ગેંગસ્ટર ગોવિંદ સિંહના ઘરે તપાસ કરી હતી. જોકે હવે તે ફરીદકોટમાં રહે છે.

ગેંગસ્ટર હેરી મૌડનું ઘર સીલ કર્યું

સૂત્રોના જણાવ્યા અનુસાર, NIAની ટીમ ગુરૂવારે સવારે દિલ્હી પોલીસના હાથે ઝડપાયેલા ગેંગસ્ટર હેરી મૌડના ઘરે પહોંચી હતી. આ ઘરમાં કોઈ રહેતું નથી, જેના કારણે ઘર લાંબા સમયથી ખાલી પડ્યું હતું. તે ગેંગસ્ટર હેરીનો હોવાથી NIAની ટીમે તેનું ઘર સીલ કરી દીધું હતું. આ પછી NIAની ટીમ માડી ગામ પહોંચી. જ્યાં ટીમે ગેંગસ્ટર ગોવિંદ સિંહના ઘરે તપાસ કરી હતી. તપાસ દરમિયાન ટીમને ખબર પડી કે ગેંગસ્ટર ગોવિંદનું ઘર તેના સંબંધીઓએ ખરીદ્યું હતું. જે બાદ ગોવિંદે આ ગામ છોડી દીધું અને ફરીદકોટમાં રહેવા લાગ્યા હતા.

Back to top button