ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

PMના હસ્તે ‘અશોક સ્તંભ’નું અનાવરણ, જાણો- તેનું વજન અને ઊંચાઈ

Text To Speech

પ્રધાનમંત્રી મોદીએ નવા સંસદ ભવનની છત પર રાષ્ટ્રીય પ્રતિક અશોક સ્તંભનું અનાવરણ કર્યું હતું. આ દરમિયાન લોકસભાના સ્પીકર ઓમ બિરલા રાજ્યસભાના સ્પીકર હરિબંશ અને કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી પણ હાજર હતા.

PMના હસ્તે અશોક સ્તંભનું અનાવરણ

નવા સંસદ ભવનનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. પીએમ મોદીએ નવા સંસદના નિર્માણકામનું નિરીક્ષણ કર્યું હતું.

અશોક સ્તંભનું વજન અને ઊંચાઈ

પ્રધાનમંત્રી મોદીએ નવા સંસદ ભવનના નિર્માણ કામના નિરીક્ષણ દરમિયાન કામમાં લાગેલા શ્રમિકો સાથે વાતચીત પણ કરી હતી અને તેમના હાલચાલ પૂછ્યા હતા. જે અશોક સ્તંભ ચિન્હનું પીએમ મોદીએ અનાવરણ કર્યું, તેની વિશેષતાની વાત કરીએ તો, આ અશોક સ્તંભનું વજન લગભગ 9500 કિલોગ્રામ છે, જે કાંસામાંથી બનેલો છે. તેના સપોર્ટ માટે લગભગ 6500 કિલોગ્રામ વજનવાળી સ્ટીલની એક સહાયક સંરચના પણ બનાવામાં આવી છે. સંસદ ભવનની છત પર બનેલા આ અશોક સ્તંભની ઊંચાઈ 6.5 મીટર એટલે કે લગભગ 20 ફૂટ છે. બે હજારથી વધુ કર્મચારીઓએ મળીને આ પિલર બનાવ્યો છે.

અશોક સ્તંભ

નવા સંસદ ભવનની છત પર લાગેલા અશોક સ્તંભ ચિન્હને આઠ તબક્કાની પ્રક્રિયા બાદ તૈયાર કરવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે, નવા સંસદ ભવનના નિર્માણ પર 200 કરોડનો વધારાનો ખર્ચ થઈ શકે છે.

અશોક સ્તંભના અનાવરણ પ્રસંગે PM

આ ખર્ચ સ્ટીલ, ઈલેક્ટ્રોનિક્સ અને અન્ય કામોમાં લાગશે. આ વધેલા ખર્ચ માટે સીપીડબ્લ્યૂડીને લોકસભા સચિવાલયની મંજૂરી મળવાની આશા છે.

Back to top button