ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

જમ્મુ-કાશ્મીરમાં પૂર્વ CM મહેબૂબા મુફ્તીની કારને નડ્યો ગંભીર અકસ્માત

Text To Speech

અનંતનાગ (જમ્મુ-કાશ્મીર), 11 જાન્યુઆરી: જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપીના વડા મહેબૂબા મુફ્તીની કારને અકસ્માત નડ્યો છે. આ અકસ્માત દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં સર્જાયો હતો. જો કે,  આ અકસ્માતમાં મહેબૂબા મુફ્તી માંડ-માંડ બચ્યા હતા. માહિતી અનુસાર આ અકસ્માતમાં તેમની અંગત સુરક્ષા માટે તૈનાત એક પોલીસ અધિકારીને સામાન્ય ઈજા થઈ છે. આ અંગે તેમની પુત્રી ઈલ્તિજાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું. જો કે, તસવીર પરથી અંદાજો લગાવી શકાય છે કે આ અકસ્માત કેટલો ગંભીર હશે.

પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)ના મીડિયા સેલે આ દુર્ઘટના વિશે માહિતી આપતાં જણાવ્યું છે કે PDP ચીફ મહેબૂબા મુફ્તીની કાર આજે જમ્મુ-કાશ્મીના અનંતનાગ જઈ રહી હતી ત્યારે અકસ્માતનો ભોગ બન્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી અને તેમના સુરક્ષા અધિકારીઓ કોઈ ગંભીર ઈજા વિના સલામત રીતે બહાર નીકળી ગયા હતા. દુર્ઘટનામાંથી મહેબૂબાનો જીવ બચી જવા પર ખુશી વ્યક્ત કરતા ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે, એ સાંભળીને ખૂબ જ આનંદ થયો કે મહેબૂબા મુફ્તી સાહિબા ઘાયલ થતા બચી ગયા છે અને આશા છે કે સરકાર અકસ્માતના પાસાની યોગ્ય તપાસ કરશે. તેમની સુરક્ષામાં રહેલી ક્ષતિઓને તાત્કાલિક સુધારવી જોઈએ.

પીડિતોને મળવા જઈ રહ્યા હતા મહેબૂબા મુફ્તી

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રીની કાર સંગમમાં અન્ય વાહન સાથે અથડાઈ હતી. પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી ખાનબલ આગની ઘટનાના પીડિતોને મળવા માટે રવાના થયા હતા. આ અકસ્માતમાં તેમને કોઈ ઈજા થઈ ન હતી. કાર અકસ્માત હોવા છતાં પીડીપી વડા પીડિતોને મળવા ગયા હતા. પાર્ટીના પ્રવક્તાએ દુર્ઘટના વિશે જણાવ્યું કે મહેબૂબા સુરક્ષિત છે અને તેમને કોઈ ઈજા પહોંચી નથી. પોલીસે સમગ્ર મામલાની નોંધ લઈ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ નિવૃત્ત પોલીસ અધિકારીની હત્યા કરી

Back to top button