અલ નિનો ઇફેક્ટ શું છે, જેના પર નિર્ભર કરે છે કે ઠંડી વધશે કે નહીં
અમદાવાદ, 11 જાન્યુઆરી : રાજધાની દિલ્હી સહિત ઘણા મેદાની વિસ્તારોમાં ઠંડીએ છેલ્લા 10 દિવસથી કહેર મચાવ્યો છે. ઠંડા પવન સાથે ગયા સોમવારે દિલ્હીનું લઘુતમ તાપમાન 5.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. દિલ્હી સહિત ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ઠંડીનો કહેર યથાવત છે. નિષ્ણાતોનું કહેવું છે કે અલ નીનો ઈફેક્ટના કારણે આ હવામાન આવું થાયછે. તો ચાલો જાણીએ આ અલ નીનો શું છે?
અલ નીનો અસર શું છે?
અલ નીનો એ આબોહવાની ઘટના છે જે પૂર્વ પેસિફિક મહાસાગરમાં પાણીની સપાટીને અસામાન્ય રીતે ગરમ કરવાનુંનું પ્રતિનિધિત્વ કરે છે. અલ નીનો એ વિષુવવૃત્તની નજીક પેસિફિક ક્ષેત્રમાં પાણીના તાપમાનમાં ફેરફારને કારણે થતી એક જટિલ હવામાનને લગતી ઘટના છે. તેમજ આ અલ નીનો ઈવેન્ટ્સ એક વર્ષ સુધી ચાલે છે, પરંતુ ઘણીવાર તે નવથી દસ મહિના સુધીની પણ હોય છે.
અલ નીનો પર્વતીય હવામાનને બગાડે છે
આ બદલાતા હવામાન અંગે એક નિષ્ણાતે જણાવ્યું કે ભૂમધ્ય સમુદ્રના તાપમાનમાં વધારો થવાને કારણે અલ નીનોની અસરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થાય છે. તેથી, આ ઉષ્ણકટિબંધીય તોફાની પવનો ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન થઈને ભારતીય ઉપખંડમાં પ્રવેશે છે. જેથી પહાડી વિસ્તારોમાં નવેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન વરસાદ અને હિમવર્ષા થાય છે. આ ચાર મહિના દરમિયાન દર મહિને સરેરાશ 4 થી 5 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાય છે. જેના કારણે ઉત્તરાખંડ, કાશ્મીર, હિમાચલના પર્વતીય રાજ્યોમાં હિમવર્ષા અને વરસાદ થાય છે. જેના કારણે પહાડી રાજ્યોમાં દિવસ અને રાત્રિના તાપમાનમાં ઘટાડો થાય છે. પરંતુ અલ નીનોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નથી બની રહ્યું. જેથી પહાડી રાજ્યોમાં હિમવર્ષા અને વરસાદની યોગ્ય સિઝન સર્જાતી નથી. તેના કારણે ઠંડીમાં વધારો થાય છે.
આ પણ વાંચો : શિયાળામાં આઈસ્ક્રીમ ખાવાથી આવે છે હાર્ટએટેક