અમદાવાદગુજરાતવાયબ્રન્ટ ગુજરાત સમિટ

દેશની પહેલી મેક ઇન ઇન્ડીયા ચીપનું ગુજરાતમાં ઉત્પાદન થશે: કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ

ગાંધીનગર, 11 જાન્યુઆરી 2024, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ ગુજરાત સમિટની દસમી કડીનાં બીજા દિવસે સેમિકન્ડક્ટર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સેમિનારમાં સંબોધન કરતાં ગુજરાતને ‘ગ્લોબલ ડેસ્ટિનેશન ફોર સેમિકન્ડક્ટર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ’ બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.તેમણે કહ્યું કે સેમિકન્ડક્ટર પોલિસી જાહેર કરનારુ ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. ભારતમાં ટેકનોલોજીનો વ્યાપ ઝડપથી વધી રહ્યો છે. હેલ્થ, એગ્રીકલ્ચર કે લોજીસ્ટીક્સ, માનવ જીવનને સ્પર્શતા તમામ સેક્ટરમાં સ્માર્ટ ટેકનોલોજી યુસેજ વધી રહ્યો છે. ઇન્ટરનેટ ઓફ થીંગ્ઝ અને આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ ડે-ટુ-ડે લાઇફમાં સામેલ થઇ રહ્યું છે. આ તમામ અત્યાધુનિક ટેકનોલોજીના મૂળમાં સેમિકન્ડક્ટર ચિપ્સ અને ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સ જ છે અને વિશ્વને રિલાયેબલ ચીપ સપ્લાય ચેઈનની જરૂર છે.

ગુજરાતને ગેટ વે ટુ ધી ફ્યુચર બનાવવાની સરકારની નેમ
વિશ્વની આ જરૂરીયાતને પૂરી કરવા વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારત સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ માટે વિશ્વને એક મજબૂત સપ્લાય ચેઈન પૂરી પાડવા સક્ષમ છે તેમાં ગુજરાત અગ્રીમ યોગદાન આપી શકે.આ માટે ગુજરાતનો રોડમેપ પ્રસ્તૂત કરતાં મુખ્યમંત્રીએ કહ્યું કે એ.આઇ.,આઇ.ટી.,બાયોટેક, ફિનટેક, ડ્રોન, સેમિકન્ડક્ટર્સ વિશ્વના ઉભરતા દરેક ક્ષેત્રમાં અગ્રેસર રહેવા ગુજરાત પ્રતિબદ્ધ છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ઉતરોત્તર સફળતાએ આજે ગુજરાતને નેટવર્કિંગ એન્ડ નોલેજ શેરિંગનું ગ્લોબલ પ્લેટફોર્મ બનાવ્યું છે અને હવે ભવિષ્યના વિશ્વ તરફ દૃષ્ટિ રાખીને રાજ્યને ગેટ વે ટુ ધી ફ્યુચર બનાવવાની સરકારની નેમ છે.સેમિકન્ડક્ટર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ માટેનો આ સેમિનાર પણ તેને સુસંગત છે.

સીસ્કો અને નેનટેક વચ્ચે સહભાગીતા માટેનાં કરાર થયા
કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, આ સમિટમાં જે પ્રકારનાં એમ.ઓ.યુ. અને એગ્રીમન્ટ થયાં છે તે વિકાસીત ભારત બનવાની શરૂઆત છે અને ગુજરાત પાસે વડાપ્રધાનનાં વિઝનને જમીન પર ઉતારવા માટેની સક્ષમ મશીનરી છે. તેમણે ઉત્સાહ પૂર્વક જણાવ્યું કે દેશની પહેલી મેક ઇન ઇન્ડીયા ચીપનું ગુજરાતમાં 2024માં ઉત્પાદન થશે. સેમિનારમાં માઇક્રોનનાં સી.ઇ.ઓ. સંજય મેહરોત્રાએ રાજ્ય સરકાર અને ભારત સરકારનાં અભૂતપૂર્વ સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું કે ભારતમાં મજબૂત સેમીકન્ડક્ટર સપ્લાય ચેનનું નિર્માણ થશે તે દિવસો દૂર નથી. સેમિકન્ડક્ટર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સેમિનારમાં ગુજરાત સરકાર અને કોરીયન કંપની સિન્ટેક વચ્ચે એમ.ઓ.યુ. થયાં હતા. આ સાથે માઇક્રોન અને નેનટેક તથા સીસ્કો અને નેનટેક વચ્ચે સહભાગીતા માટેનાં કરાર થયા હતા.

આ પણ વાંચોઃ કેન્દ્રીય મંત્રી વી.કે.સિંઘે ‘વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો’ની મુલાકાત લીધી

 

Back to top button