ગુજરાતના આ શહેરમાં ભગવાન રામનો 30 ફૂટ મોટો પતંગ આકર્ષણનું કેન્દ્ર
- અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઇ ઉત્સાહનો માહોલ
- કાઈટ ફેસ્ટિવલમાં દેશ વિદેશના 97 પતંગબાજો આવ્યા
- ખૂબ મોટી સંખ્યામાં અલગ અલગ પ્રકારના પતંગ જોવા મળ્યા
ગુજરાતના સુરત શહેરમાં ભગવાન રામનો 30 ફૂટ મોટો પતંગ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. જેમાં સુરતમાં પતંગોત્સવમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સાહ જોવા મળ્યો છે. ત્યારે ભગવાન રામનો 30 ફૂટ મોટો પતંગ જોવા મળ્યો છે. અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઇ ઉત્સાહનો માહોલ છે.
આ પણ વાંચો: અમદાવાદમાં એમડી ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરતો પેડલર પકડાયો, હવે ખુલશે માફિયાઓના પત્તા
ખૂબ મોટી સંખ્યામાં અલગ અલગ પ્રકારના પતંગ જોવા મળ્યા
ખૂબ મોટી સંખ્યામાં અલગ અલગ પ્રકારના પતંગ જોવા મળ્યા છે. હાલમાં દેશભરમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અંગે રાહ જોવામાં આવી રહી છે. આ વચ્ચે સુરતના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં દેશ વિદેશથી આવેલા પતંગ રસિકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વિદેશી મહેમાનોની ઉપસ્થિતિમાં સુરતીઓ પણ જોસમાં આવી ગયા હતા. સુરતમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં મોટી સંખ્યામાં પતંગ રસીકો જોડાયા હતા. દર વર્ષની માફક આ વખતે પણ ખૂબ મોટી સંખ્યામાં એક સાથે અલગ અલગ પ્રકારના પતંગ ઉડાડવાની મજા માણતા દેખાયા હતા.
આ પણ વાંચો: અમદાવાદમાં RTE અંતર્ગત પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ સ્કૂલોના પાપે સહાયથી વંચિત
કાઈટ ફેસ્ટિવલમાં દેશ વિદેશના 97 પતંગબાજો આવ્યા
કાઈટ ફેસ્ટિવલમાં દેશ વિદેશના 97 પતંગબાજો જુદી જુદી થીમ અને જુદા જુદા આકારના પતંગબાજો આવ્યા હતા. આ ઉપરાંત વિદેશી પતંગબાજોએ પોતાના દેશના અને જુદી જુદી થીમના પતંગો આકાશમાં ઉડાવી લોકોને આશ્ચર્યચકિત કર્યા હતા, પરંતુ આ વર્ષે પતંગ મહોત્સવમાં અયોધ્યા રામ મંદિરની બોલબાલા જોવા મળી હતી. આ પતંગ મહોત્સવમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના 37, મહારાષ્ટ્ર, દિલ્હી અને કર્ણાટકના 14 તથા ગુજરાતના સુરતના 39, નવસારીના એક અને વડોદરાના 5 અને ભરૂચના એક મળી કુલ 97 પતંગબાજો ભાગ લીધો હતો.