- શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ સહાય માટે 80 ટકા હાજરી ફરજિયાત
- 90 હજાર જેટલા બાળકોમાંથી 15 હજાર બાળકોની હાજરી 80 ટકાથી ઓછી
- 80 ટકાથી ઓછી થતી હોવાથી તેઓને રૂ.3,000 લેખે મળતી સહાય ચુકવવામાં આવી નહોતી
અમદાવાદમાં RTE અંતર્ગત પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ સ્કૂલોના પાપે સહાયથી વંચિત છે. જેમાં સ્કૂલોના પાપે પાંચ હજાર જેટલા ગરીબ બાળકો RTEની સહાયથી વંચિત રહ્યાં છે. શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ સહાય માટે 80 ટકા હાજરી ફરજિયાત છે. તેમાં 80 ટકાથી વધુ હાજરી હોવાથી હવે સહાય મળશે. બાળકને મળતી સહાયમાં 80 ટકા હાજરીનો મુદ્દો દૂર કરવા માગ કરવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં સતત બીજા દિવસે ઠંડીમાં ઘટાડો, જાણો શું છે કારણ
90 હજાર જેટલા બાળકોમાંથી 15 હજાર બાળકોની હાજરી 80 ટકાથી ઓછી
અમદાવાદ શહેરમાં RTE અંતર્ગત પ્રવેશ મેળવેલા 90 હજાર જેટલા બાળકોમાંથી 15 હજાર બાળકોની હાજરી 80 ટકાથી ઓછી થતી હોવાથી તેઓને રૂ.3,000 લેખે મળતી સહાય ચુકવવામાં આવી નહોતી. 15 હજારમાંથી અંદાજે 5 હજાર જેટલા બાળકો માત્ર સ્કૂલોના પાપે જ સહાયથી વંચિત રહ્યાં છે. DEO કચેરી દ્વારા ક્રોસ વેરિફિકેશન કરાવતાં સ્કૂલોએ રજૂ કરેલ હાજરીની વિગતમા છબરડો કર્યો હોવાનું સામે આવ્યું છે. હકીકતમાં 5 હજાર જેટલા બાળકો એવા છે કે જેઓની હાજરી 80 ટકા કરતાં વધુ થાય છે. જેથી હવે આ બાળકોને સહાય ચૂકવવા માટે DEO કચેરી દ્વારા કાર્યવાહી શરૂ કરાઈ છે.
આ પણ વાંચો: રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાબતે કોંગ્રેસના અર્જુન મોઢવાડિયાએ આપ્યુ મોટું નિવેદન
હવે આ બાળકોને સહાય આપવા માટેની કાર્યવાહી હાથ ધરી
હાજરીની વિગતોમાં છબરડો કરનારી અંદાજે 150 જેટલી શાળાઓને DEO દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે કે, હવે પછી આ પ્રકારની ભુલ આચરવામાં આવશે તો દંડનીય કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે. દરમિયાન અંદાજે 5 હજાર જેટલા બાળકોની હાજરીની વિગતો રજૂ કરવામાં છબરડો થયો હોવાનું ખુદ સ્કૂલો દ્વારા જ કબૂલવામાં આવ્યું છે. જેથી DEO દ્વારા હવે આ બાળકોને સહાય આપવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.