- પૂરી આસ્થા સાથે યોગ્ય સમયે મંદિરના દર્શન કરીશું: શકિતસિંહ
- કોંગ્રેસ નેતા અયોધ્યા ખાતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં હાજર રહેશે નહિ
- હાઇકમાન્ડે આવા રાજનૈતિક નિર્ણય ન લેવો જોઇએ: અર્જુન મોઢવાડિયા
રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાબતે કોંગ્રેસના અર્જુન મોઢવાડિયાએ મોટું નિવેદન આપ્યુ છે. જેમાં અર્જુન મોઢવાડિયાએ પ્રાણ પ્રતિષ્ઠામાં ન જવાના પાર્ટીના નિર્ણયને વખોડ્યો છે. તેમાં અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું છે કે ભગવાન રામ આરાધ્ય દેવ છે. લોકોની આસ્થા અને વિશ્વાસનો વિષય છે. હાઇકમાન્ડે આવા રાજનૈતિક નિર્ણય ન લેવો જોઇએ.
भगवान श्री राम आराध्य देव हैं।
यह देशवासियों की आस्था और विश्वास का विषय है। @INCIndia को ऐसे राजनीतिक निर्णय लेने से दूर रहना चाहिए था। pic.twitter.com/yzDTFe9wDc
— Arjun Modhwadia (@arjunmodhwadia) January 10, 2024
એક તરફ કોંગ્રેસ નેતા દ્વારા 22 જાન્યુઆરીના અયોધ્યા ખાતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં હાજર નહીં રહેવાનો કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા નિર્ણય લીધો છે. આ વચ્ચે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ પ્રાણ પ્રતિષ્ઠામાં ન જવાના પાર્ટીના નિર્ણયને વખોડ્યો છે. કોંગ્રેસના દિલ્હી હાઇકમાન્ડ દ્વારા અયોધ્યાના રામ મંદિર માટે આપવામાં આવેલા આમંત્રણનો અસ્વીકાર કર્યો છે. જેના પર ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ અને ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પાર્ટીના નિર્ણયને વખોડી કાઢ્યો છે. જેમાં ટ્વિટ કરતાં કહ્યું કે, ભગવાન રામ આરાધ્ય દેવ છે. લોકોની આસ્થા અને વિશ્વાસનો વિષય છે. હાઇકમાન્ડે આવા રાજનૈતિક નિર્ણય ને લેવો જોઇએ.
આ પણ વાંચો: ગુજરાતમાં સતત બીજા દિવસે ઠંડીમાં ઘટાડો, જાણો શું છે કારણ
પૂરી આસ્થા સાથે યોગ્ય સમયે મંદિરના દર્શન કરીશું
આ તરફ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શકિતસિંહની સ્પષ્ટતા કરતાં ટ્વીટ કરીને કહ્યું કે, દેશના કરોડો લોકોની આસ્થાની સાથે કોંગ્રેસ પક્ષ છે ચૂંટણી નજીક આવતી હોય પ્રતિષ્ઠા થઈ રહી છે. મંદિરનું કામ પૂર્ણ થયા વિના પ્રતિષ્ઠા ધાર્મિક રીતે યોગ્ય નથી. રામ મંદિર પ્રતિષ્ઠા ખોટા સમયે થઈ રહી છે. પૂરી આસ્થા સાથે યોગ્ય સમયે મંદિરના દર્શન કરીશું.