ટ્રેન્ડિંગવર્લ્ડ

ઇક્વાડોરના ટીવી સ્ટુડિયોમાં આતંકીઓ ઘૂસ્યા, મચાવ્યો આંતક, જૂઓ વીડિયો

  • ઇક્વાડોરના એક લાઈવ શોમાં 13 આતંકીઓ બંદૂખો અને વિસ્ફોટકો સાથે ઘૂસ્યા
  • લાઈવ શોમાં કર્મચારીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી, સમગ્ર ઘટના વીડિયોમાં કેદ

ઇક્વાડોર, 10 જાન્યુઆરી: દક્ષિણ અમેરિકાના ઉત્તર-પશ્ચિમ દેશ ઇક્વાડોરમાં મંગળવારે એક આશ્ચર્યજનક ઘટના બની હતી. પોર્ટ સિટી ગ્વાયાકિલમાં ટીસી ટેલિવિઝન નેટવર્કના સેટ પર 13 માસ્ક પહેરેલા આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જ્યારે આતંકીઓએ ઘૂસણખોરી કરી ત્યારે લાઈવ શો ચાલી રહ્યો હતો. લાઈવ શોમાં જ તેમણે સેટ પર હાજર લોકોને ધમકાવવાનું શરૂ કરી દીધું હતું. ગભરાયેલા કર્મચારીઓ શાંત નહીં થાય તો તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સમગ્ર ઘટનાનો વીડિયોમાં કેદ થઈ હતી જેનો વીડિયો પણ વાયરલ થયો છે.

ઇક્વાડોર સરકારના જણાવ્યા અનુસાર, જે લોકો લાઇવ શો દરમિયાન ટીવી સ્ટુડિયો પર હુમલો કર્યો હતો તેમને આતંકવાદી જાહેર કરવામાં આવ્યા છે. પોલીસ કમાન્ડર સીઝર ઝપાટાએ કહ્યું કે માસ્ક પહેરેલા ઘૂસણખોરોની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પાસેથી બંદૂકો અને વિસ્ફોટકો જપ્ત કરવામાં આવ્યા છે.

 

‘શાંત રહો, નહીં તો બોમ્બ ફેંકીશું’

ટીસી ટેલિવિઝનના સમાચાર વડા એલિના મેનરિકે જણાવ્યું હતું કે જ્યારે માસ્ક પહેરેલા માણસોએ ઘૂસણખોરી કરી ત્યારે તે કંટ્રોલ રૂમમાં હતી. મેનરિકે કહ્યું કે એક વ્યક્તિએ તેના માથા પર બંદૂક રાખી એને તેને ફ્લોર પર સૂવાનું કહ્યું. સમગ્ર દેશે આ બધું જોયું કારણ કે લાઈવ ટેલિકાસ્ટ થઈ રહ્યું હતું. જોકે, 15 મિનિટ પછી સ્ટેશનનું સિગ્નલ કપાઈ ગયું હતું. લાઈવ શોમાં ધૂસનાર આતંકીઓએ તેમને ધમકી આપી હતી કે સેટ પર બધા શાંત રહો, નહીં તો બોબ્બ ફેંકી દઈશું. પહેલી મિનિટે લોકોને સમજાયું નહીં કે શું થઈ રહ્યું છે? જ્યારે સત્ય સામે આવ્યું ત્યારે તેઓ ગભરાઈ ગયા હતા.

ઘૂસણખોરોએ લગભગ 30 મિનિટ સુધી તાંડવ ચાલુ રાખ્યું હતું. બાદમાં પોલીસ અધિકારીઓ સ્ટુડિયોમાં પ્રવેશતા જોવા મળ્યા હતા. આ ઘટનામાં કોઈને ઈજા થઈ છે કે કેમ તે અંગેની માહિતી બહાર આવી નથી.

રાષ્ટ્રપતિએ 60 દિવસ માટે ઈમરજન્સી લગાવી

એક્વાડોરનો કુખ્યાત ગેંગસ્ટર અને ચોનેરોસ ગેંગ લીડર એડોલ્ફો મેકિયાસ વિલામર ઉર્ફે ફીટો જેલમાંથી ભાગી ગયો છે. આ પછી હિંસા વધી છે. સોમવારે સમગ્ર દેશમાં 60 દિવસ માટે ઈમરજન્સી લાગુ કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિ ડેનિયલ નગોબોઆએ મંગળવારે દેશના શક્તિશાળી ગુનાહિત જૂથો સામે લશ્કરી કાર્યવાહીનો આદેશ આપ્યો હતો.

આ પણ વાંચો: જર્મનીમાં ખેડૂતોનો ટ્રેક્ટર સાથે વિરોધ

Back to top button